સત્યના પ્રયોગો - ભાગ-2 - 3

(16)
  • 4.4k
  • 7
  • 1.3k

આ ચેપ્ટરમાં ગાંધીજીને મળેલા પહેલા કેસનું વર્ણન છે. ગાંધીજીને એક મમીબાઇનો કેસ મળ્યો. સ્મોલકોઝ કોર્ટમાં કેસ લડવાનો હતો. દલાલને કમીશન આપવાની વાત થઇ પરંતુ ગાંધીજી એકના બે ન થયા. પ્રથમ કેસમાં ગાંધીજીને બ્રીફના 30 રૂપિયા મળ્યા પરંતુ કોર્ટમાં પ્રતિવાદી તરફથી ઊલટતપાસ કરવા ઊભા થયેલા ગાંધીજીના પગ ધ્રૂજવા લાગ્યા. દલાલને કહ્યું કે ‘મારાથી કેસ નહીં લડાય.’ ગાંધીજીએ પૂરી હિંમત ન આવે ત્યાં સુધી કેસ ન લડવાનો નિર્ણય કર્યો અને દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં સુધી કોર્ટમાં ન ગયા. બીજા એક કેસથી ગાંધીજી અરજી કરવાનું શીખ્યા એટલે થોડિક હિંમત આવી. ગાંધીજીએ મુંબઇમાં પોતાનો ખર્ચ કાઢવા શિક્ષકની નોકરી માટે ઇન્ટરવ્યૂ પણ આપ્યો પરંતુ ગ્રેજ્યુએટ ન હોવાથી ગાંધીજીને રિજેક્ટ કરવામાં આવ્યા. મુંબઇમાં રહેવા દરમ્યાન ગાંધીજી દરરોજ હાઇકોર્ટમાં જતા અને કેટલાક કેસમાં સમજ ન પડે તો ઝોકાં ખાતા. તેમના જેવા બીજા પણ કોર્ટમાં હતા. ગાંધીજી ગીરગાંવના તેમના ઘરેથી 45 મિનિટ ચાલીને કોર્ટમાં જતા જેથી બીમાર પડવાની નોબત ક્યારેય ન આવી.