સત્યના પ્રયોગો - ભાગ-2 - 5

(12)
  • 4.3k
  • 3
  • 1.1k

આ પ્રકરણમાં મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકા જવાની તૈયારીની વાત કરવામાં આવી છે. અમલદારનું અપમાન સહન કરનારા ગાંધીજીને કાઠિયાવાડની ખટપટનો અનુભવ થયો. દરમ્યાન પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યું કે તેમનો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે. પેઢી મોટી છે અને એક મોટો કેસ ચાલે છે. દાવો ચાલીસ હજાર પાઉન્ડનો છે. તેમની પાસે ઘણાં સારા વકીલો છે અને ભાઇને મોકલો તો અમને મદદ મળે. તે અમારો કેસ અમારા વકીલને સારી રીતે સમજાવી શકશે. વળી તે નવો દેશ જોશે અને નવા માણસોની ઓળખાણ કરશે. ગાંધીજીના ભાઇએ ગાંધીજીને આ વાત કરી અને દાદા અબ્દુલ્લાના ભાગીદાર શેઠ અબ્દુલ કરીમ ઝવેરીની ઓળખાણ કરાવી. શેઠે કહ્યું કે ગાંધીજીને વધારે મહેનત નહીં કરવી પડે કારણ કે તેમની મોટા ગોરાઓની સાથે ઓળખાણ છે. વળી, ગાંધીજી દુકાનમાં પણ મદદ કરી શકશે. તેમને અંગ્રેજીમાં પત્રવ્યવહાર રહેતો હોવાથી તેમાં પણ ગાંધીજીની મદદ લઇ શકશે. ગાંધીજીને રહેવા-ખાવા ઉપરાંત, 105 પાઉન્ડ મળશે.ગાંધીજીને હિન્દુસ્તાન છોડવું હતું તેથી અબ્દુલ કરીમની દરખાસ્ત સ્વીકારી આફ્રિકા જવા તૈયાર થયા.