ચીંથરે બાંધેલા સંસ્કાર..!!

(34)
  • 3.3k
  • 3
  • 680

આજે સમાજ સમૃધ્ધ થયો છે એટલી જ બદીઓ પણ વધી છે..શહેર મા ઠેર-ઠેર દારૂ ના અડ્ડા..નશાકારક દ્રવ્યોનુ ખુલ્લેઆમ વેચાણ થવું એ સાવ સામાન્ય બાબત છે..મોટા થતા જતા બાળકો ને આ બધા થી દુર રાખવા એ ખરેખર ખુબ જ મુશ્કેલ છે..સમાજ મટીરીયલીસ્ટીક બનતો જાય છે..અને સ્ત્રીઓ પણ વધતી જતી મોંઘવારી ને અને આંકાક્ષાઓ ને પહોંચી વળવા કમાતી થઈ છે..અને બાળકો પાછળ જોઇયે એવુ ધ્યાન આપી શકતી નથી..અને મોટા ભાગ ના પરિવારોમાં બાળકોને લગતી કોઇ સમસ્યા થાય તો પતિ-પત્ની સમસ્યા નું નિવારણ કરવા ને બદલે દોષ નો ટોપલો એકબીજા પર ઢોળી દેતા ખચકાતા નથી..પણ આ બધા માં કુમળી વય ના બાળકો શિખામણ અને સાચી સલાહ ના અભાવે આડા રસ્તે ચડી જાય છે અને ક્યારેક એમને પાછા વાળવા અશક્ય બની જાય છે..અને ક્યારેક જીવ થી પણ જતા હોય છે..પાછળ થી આવા બાળકો મોટા થઈ ને સમાજ ને પણ નુકશાન કર્તા બને છે.. કેટલાક મેડીકલ સ્ટોરમાં પણ થતા ગેરકાયદે ઇન્જેક્શનનું વેચાણ થતું હોય છે..કમાવાની લાલચ માં આવા લોકો બીજાઓ ની જીદંગી સાથે છેડછાડ કરતા ખચકાતા નથી.. આ બધા માં સૌથી વધુ જાગૃત્તતાની જરૂર માતા-પિતાને છે..એક સાદી સમજ કેળવવાની જરૂર છે કે એકવાર બાળક હાથ માંથી ગયું તો પૈસા વેરવા છત્તાય એને પાછુ લાવી શકાશે નહી..!નોકરી ઉપરાંત બાળકો ને અટેન્સન આપવાની પણ જરૂર છે..તમારા બાળકો ની વર્તણુંક માં થયેલ નજીવા ફેરફાર નું પણ ધ્યાન રાખો..એમના ફ્રેન્ડ-સર્કલ અને સ્કુલ કોલેજ ની જાણકારી રાખો...માત્ર ફીસ ભરી દેવાથી..અને કપડા-શૂઝ-મોંઘી વસ્તુઓ-સારુ ખાવાનુ લાવી દેવાથી જવાબદારી પુરી નથી થઈ જતી...મોટી મોટી બડાશો મારવાને બદલે આપણા બાળકો ની કમજોરીઓ ને મન થી સ્વીકારો અને એને આગળ આવવામાં મદદ કરો..એની ભુલ જાણ્યા પછી મમ્મીઓ ને લાંબા લચક ભાષણ આપવાની આદત હોય છે...કર્કશા ની જેમ કચ-કચ કરતી જ રહે...આવી મમ્મી થવા થી જોજનો દુર રહો..આવા વર્તન થી તમારુ જ બાળક તમારાથી જ દુર થશે