જીંદગીના ધબકાર - 3

(14)
  • 3.9k
  • 1
  • 694

ઈમાનદાર ચોર મૅડમ, આપણું પ્રાઈમી પેશન્ટ પેટમાં દર્દ ઊપડતાં સાત દિવસ વહેલું આવી ગયું છે, જલદીથી આવો, કદાચ ડિલિવરી થઈ જાય.’ રાત્રે અગિયાર વાગે ડૉ. રચનાબહેન સૂવાની તૈયારી કરતાં હતાં અને તેમના નર્સિંગ હોમમાંથી સિસ્ટરનો ફોન આવ્યો. ડૉ. રચનાબહેન વ્યાસ સેટેલાઇટ એરિયામાં ડિલિવરી માટેનાં જાણીતાં ગાયનેકોલૉજિસ્ટ હતાં. હજુ પ્રાઇવેટ પ્રૅક્ટિસને સાત જ વર્ષ થયાં હતાં; પરંતુ તેમની સખત મહેનત અને આવડતથી તેમનું નામ જામી ગયું હતું. ડિસેમ્બર મહિના અંતના સમયમા તેમનાપતિડૉ. નવીનભાઈ મુંબઈ સર્જિકલ કૉન્ફરન્સમાં ગયા હતા. સંતાનમાં ફક્ત એક જ દીકરી ફક્ત અગિયાર માસની થઈ હતી. તેમનાં સાસુ-સસરા ગામડે રહેતાં. ઘરમાં બીજું કોઈ નહોતું. રાત્રે કામવાળી અને રસોઈવાળી બાઈ