બ્રહ્મવિદ્

(14)
  • 3.2k
  • 4
  • 756

તમારા જીવનમાં ભૂતકાળે ઘણા લોકો પ્રવેશ્યા હશે ને ઘણાંએ તમારી જીવન રૂપી સફર તરછોડી હશે જ્યારે અમુકે સથવારો શરૂ રાખ્યો હશે. એમાના કેટલાક ખુશીઓ ભેટ કરી ગયા હશે જ્યારે કેટલાક હૈયાં પર તાપ વેરતા વેરતા વિદાય થયા હશે. અહીં આ સ્ટોરી એક એવાજ વ્યક્તિ વિશે છે જે રજળપટ્ટ ભરી જિંદગીમાં બે પળની મુલાકાત લીધી.આ પાત્ર મારા જીવનમાં ઘડી બે ઘડી માટે પ્રવેશ્યું, પરંતું તેં મને સંપુર્ણ જીવન માટે પ્રેરણા વરસાવતું ગયું. ઇતિહાસમાં થયેલા ઘણાં લોકોનાં જીવન પ્રેરણાદાયી હશે. પરંતું મારી રિયલ સ્ટોરીનો આ અંશ, થોડું ઘણું જગત માટે પણ પ્રેરણાદાયીત્વ પુરુ પાડે છે એ બદલ આ હૈયું ઉભરકો લે છે.