અપૂર્ણવિરામ - 24

(144)
  • 6.6k
  • 3
  • 2.3k

મોક્ષે લોબીની વિરાટ પારદર્શક બારીમાંથી બહાર જોયું. માયા બગીચામાં લોખંડની વણાંકદાર બેન્ચ પર ચુપચાપ બેઠી હતી. એનો ચહેરો હજુ ત્રસ્ત હતો. મૂળ વિચાર તો એવો હતો કે ઠંડી સવારે શાર્લોટ લેક પરથી મોટો ચકરાવો મારીને પહેલાં માથેરાનની માર્કેટમાં જવું અને પછી ત્યાંથી ફરતાં ફરતાં આરામથી બંગલે પહોંચવું, પણ તળાવ પર અચાનક બુરખાધારી સ્ત્રીઓ મળી ગઈ ને આયોજન પર પાણી ફરી વળ્યું. માયાનો મૂડ એવો પલટાયો કે બપોર સુધી ઠેકાણે ન આવ્યો. મોક્ષ બહાર આવીને એની બાજુમાં ગોઠવાયો. “ક્યાં સુધી આમ બેસી રહેવું છે તારે?”