વિશ્વાસ...

(40)
  • 3.5k
  • 6
  • 1.2k

હું સુરમ્યા. મારુ નામ સુરમ્યા. આજે હું વાત કરવા જઈ રહી છું મારી જિંદગીની. મારા જીવનમાં ઉઠેલા તોફાનની. એક વાર્તારૂપે આજે હું તમારી સમક્ષ વાત કરવા જઈ રહી છું. આ વાર્તા છે મારી એટલે કે સુરમ્યાની અને મારા પતિ અથર્વ ની. આ વાર્તા છે અમારા જીવનના સંઘર્ષની. જીવનમાં આવેલ ચડતી પડતીની. આજે અમારા લગ્નજીવનની પચ્ચીસમી વર્ષગાંઠ છે. આજે અમે બંને એકબીજા સાથે છીએ અને એકબીજા જોડે ખુબ ખુશ છીએ પરંતુ ઘણી કસોટીઓ અને અનેક તોફાનોમાંથી બહાર આવ્યા પછી અમારું મિલન થયું છે.