વિચારોની આરત

  • 2.9k
  • 3
  • 806

જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો પોતાના મન માંથી ડર નામના તત્વનો સંપુર્ણ રીતે નાશ કરવો પડશે. સૌપ્રથમ ડરના કેટલાક પ્રકાર જોઈએ તો કેટલાક લોકોને કાર્યનો ડર હોય છે એટલે કે તે વ્યક્તિને એવો ડર હોય છે કે હું આ કામ કરી શકીશ કે નહીં. બીજો ડર લગભગ મોટા ભાગના લોકોમાં જોવા મળતો હોય છે એ ડર એટલે સફળતાનો ડર, આ પ્રકારના ડરમાં વ્યક્તિને સફળ થઈશ કે નહી તે બાબતનો ડર હોય છે. ડર તો ઘણા પ્રકારના હોય છે તેમાં કેટલાક લોકોને સ્ટેજ પર બોલવાથી ડર લાગતો હોય એટલે કે સ્ટેજ ફોબિયા હોય છે. આ બધા ડરએ સામાન્ય છે પણ આ સામાન્ય ડર જ સફળતાના માર્ગમાં મુખ્ય અવરોધ પેદા કરતા હોય છે. ડર સામે લડવું હોય તો એક જ અને સચોટ ઉપાય છે કે તમે ડરના સામે ઉભા રહીને તેને હરાવી દો કારણકે આપણને એવું લાગે છે કે ડરનું સ્થાન એ આપણા આત્મવિશ્વાસ કરતા ઊંચું છે. જ્યારે આનું ઊલટું થશે ત્યારે ડર નામનું તત્વ જ નહીં રહે ત્યારે માત્રને માત્ર આત્મવિશ્વાસ જ હશે અને સફળતા સરળતાથી મેળવી શકાશે.