ન્યાય

(26)
  • 4.3k
  • 4
  • 1.1k

પ્રદિપ બોલ્યો – કાલે રાતે દસ વાગે ફોન આવ્યો કલ્પનાં બેને ગળે ફાંસો ખાધો છે. એમને બચાવીને હોસ્પીટલમાં લઈ ગયા છે. સીરીયસ છે તમે ચાલો એટલે બા અને બાપુજી ને લઈને અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે બેન ખલાસ થઈ ગઈ હતી. સામેના પાડોશ માંથી કોઈએ ફરિયાદ કરી કે કલ્પનાં બેનનું મૃત્યુ શંકાસ્પદ છે તેથી પોલીસ તપાસ શરુ થઈ નહીંતર… બધુ ભેલાઈ જ જતે. પણ બહેને આવેશમાં આવી જઈને તો આવું નહી કર્યું હોયને… શું અક્ષયકુમાર, તમે પણ આવુ બોલો છો.. ગળે ટુપો દઈને પહેલા મારી નાખી હશે. અને પછી બતાવવા ખાતર ગાળીયું લટકાવ્યું હશે…