સત્યના પ્રયોગો - ભાગ-2 - 11

  • 4.6k
  • 2
  • 1k

અબ્દુલ્લા શેઠના વકીલ મિ.બેકરના પરિચયમાં આવતા ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ વિશે ઘણી નવી વાતો જાણવા મળી. બેકર ગાંધીજીને તેમના પ્રાર્થના સમાજમાં લઇ ગયા. જ્યાં ગાંધીજીની ઓળખાણ હેરિસ, મિસ ગેબ, મિ.કોટ્સ વગેરે સાથે થઇ. મિ.કોટ્સ ક્વેકર હતા અને તેમણે ગાંધીજીને દર રવિવારે તેમને ત્યાં ચા પીવા માટે આમંત્રણ આપ્યું ગાંધીજી દર રવિવારે તેમની સાથે ધાર્મિક ચર્ચાઓ કરતાં.કોટ્સ ગાંધીજીને અન્ય ખ્રિસ્તીઓ સાથે ઓળખાણ કરાવતા જાય અને પુસ્તકો વાંચવા આપતા જાય. આ સમયગાળા દરમ્યાન ગાંધીજીએ ‘મેનિ ઇન્ફોલિબલ’, ‘પ્રૂફ્સ’, ‘બટલર’, ‘એનેલોજી’ જેવા પુસ્તકો વાંચ્યા. આમાંના કેટલાક ગાંધીજીને સમજાયાં તો કેટલાક ન ગમ્યાં. એકવાર કોટ્સે ગાંધીજીના ગળામાં વૈષ્ણવની કંઠી જોઇ તેને ઉતારી લેવા કહ્યું પરંતુ ગાંધીજીએ કહ્યું કે કંઠી માતાની પ્રસાદી છે અને પ્રેમપૂર્વક પહેરાવી છે તેથી તે નહીં તૂટે. કોટ્સનો આગ્રહ હતો કે ખ્રિસ્તી ધર્મના સ્વીકાર વિના મોક્ષ નહીં જ મળે, તેઓ ગાંધીજીને અજ્ઞાનમાંથી બહાર નીકાળવાની આશા રાખતા હતા. જો કે, ગાંધીજી ખ્રિસ્તી ધર્મથી ભરમાયા નહીં.