સત્યના પ્રયોગો - ભાગ-2 - 17

  • 3.8k
  • 3
  • 934

હિન્દીઓને મતાધિકાર આપવા લાંબી લડત લડવાના ભાગરૂપે ગાંધીજી નાતાલમાં રોકાયા તેનું વર્ણન આ પ્રકરણમાં છે. શેઠ હાજી મંહમદ અગ્રગણ્ય નેતા હતા. તેમની આગેવાની હેઠળ અબ્દુલ્લા શેઠના મકાનમાં એક સભા ભરાઇ. સભામાં નાતાલમાં જન્મેલા ખ્રિસ્તી જુવાનિયા, વેપારીઓ, નોકરો સહિત દરેક જાતિ ધર્મના ભેદભાવ વિના આ જાહેર કામમાં જોડાયા. ધારાસભાના પ્રમુખ, મુખ્ય પ્રધાન, સર જોન રોબિન્સનને તાર મોકલ્યા. વેપારી સ્વયંસેવકો પોતપોતાને ખર્ચે ગાડીઓ ભાડે કરી સહીઓ લેવા નીકળી પડ્યા. અરજીઓ છાપામાં છપાઇ, ધારાસભા ઉપર અસર થઇ પણ બિલ પાસ તો થયું જ. જો કે, લોકોમાં નવચેતનાનું સર્જન થયું. આ લડતને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને લંડન ટાઇમ્સનો પણ ટેકો મળ્યો એટલે બિલને મંજૂરી ન મળવાની આશા બંધાઇ. ગાંધીજીથી હવે નાતાલ છોડાય તેમ નહોતું. લોકોએ પણ ગાંધીજીને નાતાલમાં જ સ્થાયી થવા આગ્રહ કર્યો પરંતુ ગાંધીજીએ લોકોના ખર્ચે નાતાલમાં ન રહેવાય અને અલગ ઘર લેતો વાર્ષિક 300 પાઉન્ડ જેટલો ખર્ચ થાય તેવી મુશ્કેલી રજૂ કરી. છેવટે વીસેક વેપારીઓએ એક વર્ષનું વર્ષાસન બાંધી આપ્યું.