વિચારોની આરત-3

  • 3.2k
  • 2
  • 858

આપણી શિક્ષણ સંસ્થાઓ પણ આ જ વાત શીખવે છે કે જીવનમાં જીતવું કંઇ રીતે કદાચ આ જ વસ્તુ આજના માતા પિતા પણ શીખવે છે તે જ કારણે બાળકોનું ઘડતર યોગ્ય રીતે થતું જ નથી. આપણે એવું જ કરીએ છીએ કે બાળક ચાલતાં થયું જ હોય ને એના પર આપણે ભાર મુકી જ દઈએ છીએ એટલે કે આ ભાર વાળું ભણતર આપણે જ ઉભું કર્યું છે. આ એક સામાજિક મુદ્દો છે અને આ મુદ્દાના સમાધાનથી જ સમાજનો વિકાસ થશે. આપણે સૌએ જીવનમાં માત્ર સફળતાને જ મહત્વ આપ્યુ છે તેથી સફળતાના માર્ગનો આનંદ લેવાનું જ ભૂલી ગયા છીએ. આજે જ્યાં પણ જાઓ ત્યાં માત્ર બીજાને અનુસરવાનું જ કહેવામાં આવે છે. આજે બાળક શાળામાં જાય છે તો તેને પાઠ્યપુસ્તક પ્રમાણે ભણવાનું કહેવામાં આવે છે. કોલેજમાં જઇએ તો પણ પરિસ્થિતિ આ જ છે. આ પ્રકારના અનુસરણમાં કંઇ જ ખોટું નથી પણ આ કારણે વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવતી નથી અને તેથી તેનો યોગ્ય વિકાસ થઈ શક્તો નથી.