વિચારોની આરત

  • 3.4k
  • 3
  • 721

દરેકના જીવનમાં મિત્રોનું અલગ જ મહત્વ હોય છે અને કોઇક જ એવો માણસ હશે કે જેનાં મિત્રો નહીં હોય ! મિત્રો હોવા એક ખુશીની વાત છે કેમ કે આપણે એમના સાથે દરરોજ સમય પસાર કરીએ છીએ. જે વાત આપણે ઘરે કરી શકતા નથી એ વાત આપણે આપણા મિત્રોને કરીએ છીએ. અડધી રાત્રે પણ કોઈ મદદની જરુર હોય તો સૌપ્રથમ મિત્રો જ કામ આવે છે. એક સાચો અને બિનશરતી પ્રેમ લગભગ મિત્રોમાં જ જોવા મળે છે. ઘણી એવી ગુપ્ત વાતો હોય છે જે આપણા મિત્રો જ જાણતાં હોય છે. કેટલીક વાર પરિવારમાં જે સુખ ન મળતું હોય તે મિત્રો દ્રારા મળે છે. જેની પાસે મિત્રો હોય છે તેની પાસે બધુ જ હોય છે એમ હું માનું છું કેમ કે આપણી બધી વાતોનો જાણકાર અને આપણા દુઃખનો ઉપાય જેની પાસે હોય છે તે જ આપણા મિત્રો. આ બધી વાતોમાં સાચા મિત્રો મળવા જરુરી છે કેમ કે સાચા મિત્રોએ ભગવાન બરાબર હોય છે. એક વખત એક યુવાનની કિડની ફેઇલ થઈ ગયી ત્યારે તેને એક નવી કિડનીની જરુર હતી પણ આખા પરિવાર માંથી કોઇએ તે યુવાનને કિડની આપવાની હિંમત ન કરી અને છેવટે તેના મિત્રને આ વાત થઈ ત્યારે તે મિત્રએ જ કિડની આપી. આ ઉદાહરણ પરથી ખ્યાલ આવે છે કે જીવનમાં મિત્રો કેટલા જરુરી છે. મિત્રોના જંગલમાં આપણે સૌ સુરક્ષિત રહીએ છીએ કેમ કે આ જંગલમાં જ આપણને પ્રેમ અને સુખ મળી રહે છે. આપણો પહેલો પ્રેમ હોય કે આપણી સગાઈ થઈ હોય આવી બધી જ વાત પહેલા મિત્રને જ ખબર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં પણ સુદામા જેવા મિત્રો હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સુદામા સાથે મિત્રની જેમ જ વર્તતા હતા. આ વાત મિત્ર વચ્ચે રહેલ બિનશરતી અને સાચા પ્રેમનું વર્ણન કરે છે. મિત્રો પર આપણા ફિલ્મ ઉદ્યોગમાં પણ ઘણી બધી ફિલ્મો બની છે તેમની એક વિશે જોઈએ તો થ્રી ઈડીયટ્સ એ મિત્રો પરની ઉત્તમ ફિલ્મ છે