તારી એક આશ

(30)
  • 3.9k
  • 5
  • 1k

કુદરતમાં નર અને નારી પરસ્પરના આકર્ષણથી જોડાયેલા રહે છે. પરંતુ આ હોર્મોન્સના જોડાણથી એક અલગ જોડાણ એવું છે, જે કદાચ કુદરતી નથી. આ જોડાણ છે, પ્રેમનું જોડાણ. લવનું જોડાણ. પ્રેમ આકર્ષણ નથી. પ્રેમ જ પ્રેમ છે. આ પ્રેમનો સંબંધ હૈયાથી હોય છે. જ્યારે આકર્ષણ હોર્મોન્સની દેન છે. આકર્ષણ તો હરકોઈને હોય છે. પણ પ્રેમ તો અમુકને જ હોય છે. આકર્ષણ પ્રેમ નથી અને પ્રેમ આકર્ષણ નથી. લાઈક કરવું એ લવ નથી અને લવ કરવું એ લાઈક કરવું નથી. લાઈક તો શરીરનાં બાહ્ય બંધારણથી થાય છે. જ્યારે લવ મનની ચોખ્ખાઈ અને ચહેરાની માસૂમિયતથી થાય છે. મન કોઈ એકને લાઈક કરતું હોય ત્યારે બીજા કોઈ શરીર બંધારણમાં ચાડતાને પણ લાઈક કરી શકે. પણ લવમાં એક અને માત્ર એક જ હોય છે. કોઈ બીજા માટે સ્થાનનું અસ્તિત્વ જ નથી. લાઈક શરીરનાં સૌંદર્યથી થાય છે. જ્યારે લવ મનનાં સૌંદર્યથી થાય છેઆ લવની લાવણ્યતા, આત્મીયતા, વફાદારી અને લવની વાસ્તવિકતા ઉજાગર કરતી, મારા હાર્ટમાં ભળતી એક સ્ટોરી તમારી સમક્ષ મુકું છું. કહેવાય છે કે લાગણીનું લખાણ ક્યારેય ખોખલું નથી હોતું. એ હંમેશા ભરપૂર હોય છે, આત્મસ્થ ભાવથી. આશા રાખું છું કે તમને પસંદ આવશે. જો આ શબ્દો તમારા હૈયાને ન સ્પર્શે , તો હું માનીશ કે મેં શબ્દોરૂપી કચરો સર્જ્યો છે. તો મને જણાવતા રહેજો મારા શબ્દોનું સ્થાન.