સત્યના પ્રયોગો - ભાગ-2 - 20

  • 4.4k
  • 2
  • 994

આ પ્રકરણમાં બાલાસુંદરમ નામના એક મજૂરના કેસનું વર્ણન છે. ગાંધીજીને વકીલાત શરૂ કર્યે હજુ બે-એક મહિના જ થયા હશે તેવામાં એક દિવસ એક મજૂર જેવો દેખાતો માણસ આવ્યો, જેના મોંઢામાંથી લોહી નીકળતું હતું અને આગળના બે દાંત પડી ગયા હતા. બાલાસુંદરમ નામના આ તામિલ મજૂરને તેના ગોર અંગ્રેજ માલિકે ઢોર માર માર્યો હતો. ગાંધીજી તેને લઇને મેજિટ્રેટ સમક્ષ ગયા અને માલિકને સમન્સ પાઠવ્યું. આફ્રિકામાં ગિરમીટિયાને લગતો કાયદો એવો હતો કે ગીરમીટિયો શેઠને છોડે તો તે ફોજદારી ગુનો બને આ સ્થિતિ મજૂરો માટે ગુલામી જેવી હતી, કારણ કે તે શેઠની મિલકત ગણાતો. ગાંધીજીએ બાલાસુંદરમને અત્યાચારી માલિક પાસેથી છોડાવી બીજા ઓળખીતા અંગ્રેજને ત્યાં નોકરીએ રખાવ્યો. મેજિસ્ટ્રેટે માલિકને ગુનેગાર ઠેરવી બાલાસુંદરમની ગિરમીટ બીજાના નામે ચડાવી આપવાની કબૂલાત કરી. આ કેસની વાત ગિરમીટિયાઓમાં ફેલાઇ અને ગાંધીજીને મળવા આવનારા લોકોમાં ગિરમીટિયાઓનો વધારો થયો. તેમને લાગ્યું કે મજૂરો માટે પણ કોઇ વ્યક્તિ લાગણી ધરાવે છે.