સત્યના પ્રયોગો - ભાગ-2 - 23

  • 3.8k
  • 1
  • 961

નાતાલમાં ઘર ભાડે રાખીને રહેતા ગાંધીજીને થયેલા કેટલાક કડવા અનુભવોનું વર્ણન આ પ્રકરણમાં છે. હિંદીઓના પ્રતિનિધી તરીકે ગાંધીજીને કામ કરવાનું હોવાથી એક સરસ લત્તામાં ઘર ભાડે રાખ્યું હતું જેમાં એક રસોઇયો અને એક સાથીને રાખ્યા હતા. ઓફિસમાંથી એક મહેતાને પણ ઘરમાં રાખ્યા હતા. ગાંધીજી સાથે રહેતા સાથીને તેની અદેખાઇ થઇ અને માયાજાળ રચી પેલા મહેતાને ઘરની બહાર કઢાવ્યા. ગાંધીજીને દુઃખ થયું પરંતુ તેમને લાગ્યું કે આ સાથી વફાદાર છે. દરમ્યાન જે રસોઇયો રાખ્યો હતો તેને કોઇ કારણોસર બીજે જવું પડ્યું તેથી ગાંધીજીએ નવો રસોઇઓ રાખ્યો. આ રસોઇયાએ ગાંધીજીની જાણ બહાર તેમના સાથી ધ્વારા ઘરમાં ચાલતી અનૈતિક પ્રવૃતિથી ગાંધીજીને માહિતગાર કર્યા. એક બપોરે રસોઇઓ ગાંધીજીને લઇને તેમના રૂમ પર ગયો અને તેમના સાથીને એક સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધો. ગાંધીજીએ આ વ્યક્તિને ઘરમાંથી તરત કાઢી મૂક્યો. થોડાક દિવસો પછી રસોઇયાએ પણ ત્યાંથી વિદાય લીધી પરંતુ ગાંધીજીને આ સાથીને કારણે મહેતાને કાઢી મૂકવાનું દુઃખ થયું.