સત્યના પ્રયોગો - ભાગ-2 - 26

  • 4.9k
  • 922

આ પ્રકરણમાં ગાંધીજીની રાજનિષ્ઠાની વાત કરવામાં આવી છે. ગાંધીજી ભારત આવ્યા ત્યારે રાણીની ડાયમંડ જ્યુબિલીની તૈયારીઓ શરૂ થઇ હતી. રાજકોટમાં એક સમિતિ નિમાઇ તેમાં ગાંધીજીને આમંત્રણ મળ્યું. કર્તવ્ય પાલન માટે થઇને ગાંધીજી તેમાં જોડાયા. તેમાં વૃક્ષારોપણ કરવાની સૂચના હતી તેમાં ગાંધીજીને દંભ દેખાયો. પોતાના ભાગે આવેલું ઝાડ ગાંધીજીએ બરોબર વાવ્યું અને ઉછેર્યું પણ ખરૂં. રાજકોટમાં દક્ષિણ આફ્રિકાનું કામ ચાલતું હતું તે દરમ્યાન ગાંધીજી મુંબઇ આવ્યા અને ત્યાં ન્યાયમૂર્તિ રાનડે, જસ્ટીસ બદરૂદીન તૈયબજીને મળ્યા. તેમની સલાહથી સર ફિરોજશાહને મળ્યા. ફિરોજશાહે ગાંધીજીની મદદ માટે સભા ભરવાનું નક્કી કર્યું. મુંબઇની મુલાકાત દરમ્યાન ગાંધીજી તેમના બનેવીને મળ્યા જે સખત બિમાર હતાં. બહેન-બનેવીને લઇને ગાંધીજી રાજકોટ ગયા. પોતાના રૂમમાં બનેવીને રાખીને રાતના ઉજાગરા કરી તેમની સેવા કરી. ગાંધીજી લખે છે કે સેવા કરવાના આ શોખે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આના માટે તેઓ પોતાનો ધંધો છોડી દેતા. પત્ની તેમજ આખા ઘરને રોકી દેતા.