કર્મનો કાયદો ભાગ - 14

  • 4.6k
  • 1
  • 1.4k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૪ કર્મફળનું દર્પણ ચિત્તપટલ ‘પાતંજલ વોગસૂત્ર’માં સમાધિપાદના ચોથા સૂત્રથી ‘ઢ્ઢબ્ડ્ડક્રગક્રસ્તસ્ર્ૠક્રૅ શ્નભથ્શ્ક્ર’ કહીને કર્મના ફળને વૃત્તિઓ દ્વારા ચિત્તમાં રહેલા ચૈતન્ય ઉપર પડતું પ્રતિબિંબ કહ્યું છે. યોગ કહે છે કે જેની જેવી વૃત્તિ હોય તેના ચિદાકાશમાં તેવું જ ફળ રચાય છે. યોગમાં પાંચ પ્રકારનાં ચિત્ત કહેલાં છે : ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. જેમાં ક્ષિપ્ત ચિત્ત એ રજોગુણથી અતિ ચંચળતા પામેલું ચિત્ત હોય તે. વિક્ષિપ્ત એટલે જેમાં રજોગુણ સાથે સત્ત્વગુણનો પણ સંપર્ક હોય અને જે ક્યારેક ચંચળ તો ક્યારેક સ્થિર રહેતું હોય તે. મૂઢ એટલે જેમાં તમોગુણનો જ અધિક પ્રભાવ હોય અને જે કોઈ કેફી પદાર્થોની