કર્મનો કાયદો ભાગ - 17

  • 5.5k
  • 1
  • 2k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૭ ભાગ્યનું નિર્માણ ભાગ્ય કર્મક્ષેત્રનું અત્યંત પ્રબળ તત્ત્વ છે. ભાગ્યની આંધી ઊઠે ત્યારે કર્મના પ્રયાસો વામણા લાગે છે. તેવા ભાગ્યનું નિર્માણ કોણ કરે છે ? કયા કારણે અને શાનાથી કરે છે ? આ સામાન્ય માનવીની જ નહીં, તત્ત્વજ્ઞાનીઓની ચર્ચાનો પણ ગહન મુદ્દો રહ્યો છે. સદીઓ-સદીઓની ચર્ચાના અંતે પણ કોઈ એક નિષ્કર્ષ આપી શક્યું નથી, છતાં વિદ્ધાનોએ પોતપોતાની બુદ્ધિથી શ્રેષ્ઠ મત આપવા કોશિશ કરેલી છે. મોટા ભાગના લોકો ઈશ્વરને ભાગ્યવિધાતા માને છે. સામાન્યતઃ લોકો એવી ધારણા કરતા જોવા મળે છે કે કોઈ ઈશ્વર ઉપર બેઠો છે, જે ગગનગોખે અદૃશ્ય રહીને સર્વનું ભાગ્ય લખે છે. ઈશ્વરે જેનું