સત્યના પ્રયોગો - ભાગ-2 - 27

  • 4.2k
  • 941

આ કૃતિમાં ગાંધીજીની મુંબઇની સભાનું વર્ણન છે. બનેવીના દેહાંતના બીજા જ દિવસે ગાંધીજીને મુંબઇની સભા માટે ગયા. સર ફિરોજશાની સૂચના અનુસાર ગાંધીજીએ ભાષણ લખીને તૈયાર કર્યું હતું. ગાંધીજીએ ધ્રૂજતા-ધ્રૂજતા ભાષણ તૈયાર કર્યું. સર ફિરોજશાએ ભાષણ આપવા ગાંધીજીને ઉત્તેજન આપ્યું. પેસ્તનજી પાદશાહ વિશે ગાંધીજી લખે છે કે તેમની સાથેને સંબંધ લંડનથી જ હતો. તેમના ભાઇ બરજોરજીની દિવાન તરીકે ખ્યાતિ હતી. પારસી હોવા છતાં તે શાકાહારી હતાં. મુંબઇમાં પેસ્તનજીને ગાંધીજી મળ્યા ત્યારે તે ગુજરાતી શબ્દકોશમાં રોકાયેલા હતા. તેઓએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકા પાછા ન જવાની સલાહ આપી. તેમણે ગાંધીજી કહ્યું કે દેશની ગરીબાઇનો વિચાર કરીને અહીં રોકાઇ જાઓ. ગાંધીજી અને પેસ્તનજી વચ્ચે પ્રેમ વધ્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેને વધારે વળગી રહેવાનું ગાંધીજીને યોગ્ય લાગ્યું. ગાંધીજી માનતા કે ચડિયાતા પરધર્મ કરતાં ઉતરતો સ્વધર્મ વધારે સારો છે. સ્વધર્મમાં મોત પણ સારૂ, પરધર્મ એ ભયકર્તા છે.