સત્યના પ્રયોગો - ભાગ-2 - 29

(12)
  • 4.8k
  • 1k

આ પ્રકરણમાં આફ્રિકા પાછા ફરવાની ગાંધીજીની તૈયારીઓનું વર્ણન છે. ગાંધીજી કલકતાથી મદ્રાસ ગયા. જ્યાં ડેલી ટેલિગ્રાફના એલર થોર્પની ઓળખ થઇ. તે વખતે હોટલના દિવાનખાનામાં હિન્દીને લઇ જવા પર પ્રતિબંધ હતો. તેમણે ગાંધીજીને હોટલના દિવાનખાનામાં ન લઇ જવા માટે માફી માંગી. બંગાળમાં ગાંધીજી સુરેન્દ્રનાથ બેનરજીને મળ્યા. તેમણે મહારાજાઓની મદદ લેવાનું કહ્યું. ગાંધીજી કલકત્તામાં ઘણાં લોકોને મળ્યા પરંતુ બધાએ કહ્યું કે કલકત્તામાં જાહેર સભા કરવી સહેલું કામ નથી. ગાંધીજી આનંદબજાર પત્રિકાની ઓફિસે ગયા પરંતુ ત્યાંથી પણ નિરાશ થવું પડ્યું. હિંમત હાર્યા વગર ગાંધીજી ‘સ્ટેટ્સમેન’ અને ‘ઇંગ્લિશમેન’ના પ્રતિનિધિઓને મળ્યા. આ લોકોને મળવાથી ગાંધીજીને કલકત્તામાં જાહેર સભા ભરવાની આશા બંધાઇ. તેવામાં ડરબનથી તાર મળ્યો. ‘પાર્લામેન્ટ જાન્યુઆરીમાં મળશે જલદી પાછા ફરો.’ ગાંધીજીએ તરત કલકત્તા છોડ્યું અને સ્ટીમરની ગોઠવણ કરવા દાદા અબ્દુલ્લાના મુંબઇ એજન્ટને તાર કર્યો. દાદા અબ્દુલ્લાએ ‘કુરલેન્ડ’ સ્ટીમર વેચાતી લીધી હતી. તેમાં ગાંધીજી, કસ્તુરબા અને બે દીકરા તેમજ સ્વર્ગસ્થ બનેવીના એકના એક દીકરાને લઇને દક્ષિણ આફ્રિકા તરફ બીજી વાર જવા રવાના થયા