સત્યના પ્રયોગો - ભાગ-3 - 1

  • 4k
  • 2
  • 929

આ કૃતિમાં આફ્રિકા જતા રસ્તામાં થયેલા દરિયાઇ તોફાનનું વર્ણન છે. અબ્દુલ્લા શેઠનો તાર મળતાં જ ગાંધીજી આફ્રિકા જવા માટે તૈયાર થયા. કુટુંબ સહિત ગાંધીજીની આ પહેલી દરિયાઇ મુસાફરી હતી. ગાંધીજી લખે છે કે હિન્દુઓમાં બાળવિવાહ થતા હોવાથી પત્ની મોટાભાગે નિરક્ષર અને પતિ ભણેલો હોય છે, તેથી પત્નીને અક્ષરજ્ઞાન આપવું જરૂરી છે. ગાંધીજીએ યુરોપિયનોની વચ્ચે સુધરેલા દેખાવા માટે કસ્તૂરબાને પારસી સાડી અને બાળકોને પારસી કોટપાટલૂન પહેરાવ્યાં હતાં. ડેક પર ખાવામાં છરીકાંટાનો ઉપયોગ જ કરવાનું શીખવાડ્યું. જ્યારે ગાંધીજીનો મોહ ઉતર્યો ત્યારે આ બધુ બંધ થયું. સ્ટીમર સીધી જ નાતાલ બંદરે પહોંચવાની હોવાથી માત્ર 18 દિવસ જ લાગવાના હતા. નાતાલ પહોંચવાને 3 કે 4 દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન આવ્યું. તોફાને એટલું લંબાયું કે મુસાફરો ગભરાયા. હિંદુ-મુસલમાન બધા સાથે મળીને ઇશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. ચોવીસ કલાક પછી વાદળો વિખરાયાં અને તોફાન શમી ગયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગાંધીજીને તો અગાઉ તોફાનનો અનુભવ થયો હતો તેથી તેમને વધારે ભય ન લાગ્યો.