સત્યના પ્રયોગો - ભાગ-3 - 4

  • 4.5k
  • 1
  • 1k

શરૂઆતના તોફાન બાદ આફ્રિકામાં ગાંધીજીનું જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હોવાની માહિતી આ પ્રકરણમાંથી મળે છે. ગોરાઓના હુમલાના એક બે દિવસ પછી ગાંધીજી મિ.એસ્કંબને મળ્યા. નાતાલ એડવર્ટાઇઝરના પ્રતિનિધિએ પૂછેલા સવાલના ગાંધીજીએ વિગતવાર જવાબ આપ્યા. ગાંધીજીએ કહ્યું કે કુરલેન્ડ અને નાદરીના પ્રવાસીઓને લાવવામાં તેમનો બિલકુલ હાથ નહોતો. છાપામાં ગાંધીજીએ ખુલાસાની હુમલો કરનારા પર કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરવાની ના પાડતા તેની સારી અસર થઇ જેનો લાભ થયો. આ બનાવથી ગાંધીજીનો વકીલાતનો ધંધો પણ જામ્યો. નાતાલની ધારાસભામાં બે કાયદા દાખલ થયા, જેથી હિંદીઓની હાડમારી વધી. ગાંધીજીનો મોટાભાગનો સમય જાહેર કામમાં જ થવા લાગ્યો. ગાંધીજીની ગેરહાજરીમાં શેઠ આદમજીએ લગભગ એક હજાર પાઉન્ડ કોંગ્રેસના ખજાનામાં વધાર્યા હતા. નાતાલ કોંગ્રેસના ખજાનામાં લગભગ 5000 પાઉન્ડ જમા થયા હતા. ગાંધીજીનું માનવું હતું કે કોઇપણ જાહેર સંસ્થાએ સ્થાયી ફન્ડ પર ન નભવું જોઇએ કારણ કે તેનાથી નૈતિક અધોગતિ થાય છે. જાહેર સંસ્થાઓનાં ચાલુ ખરચાઓનો આધાર લોકો પાસેથી મળતા ફાળા પર રહેવો જોઇએ.