સત્યના પ્રયોગો - ભાગ-3 - 6

  • 3.7k
  • 1
  • 891

આ પ્રકરણમાં ગાંધીજીની સેવાવૃતિની વાત કરવામાં આવી છે. ગાંધીજીની વકીલાતનો ધંધો ઠીક ચાલતો હતો તે દરમ્યાન એક અપંગ, રક્તપિતથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. ગાંધીજીએ તેના ઘા સાફ કરી સેવા કરી અને તેને ગિરમીટિયાઓની સરકારી હોસ્પિટલમાં મોકલ્યો પરંતુ ગાંધીજીનું મન આવા લોકોની સેવા કરવાનું થયું. એક ટ્રસ્ટની હોસ્પિટલમાં દવા બનાવી આપનાર સ્વયંસેવકની જરૂર હતી. ગાંધીજીને કોર્ટમાં મોટાભાગે બિનતકરારી કેસ રહેતા જે તેમણે મિ.ખાન કે જેઓ તે સમયે ગાંધીજીની સાથે રહેતા તેમને સોંપી પોતે હોસ્પિટલમાં સેવા આપવા લાગ્યા. ગાંધીજી હોસ્પિટલમાં બે કલાક કામ કરતા જેમાં તે દુઃખી હિંન્દુઓના ગાઢ સંપર્કમાં આવ્યા. ગાંધીજીનો આ અનુભવ તેમને બોઅરની લડાઇ વખતે ઘાયલ સૈનિકોની સારવાર કરવામાં ખૂબ કામ લાગ્યો. ગાંધીજીએ બાળઉછેર માટે ત્રિભુવનદાસનું ‘માને શિખામણ’ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારાવધારા સાથે છેલ્લા બે બાળકોને ગાંધીજીએ જાતે ઉછેર્યા. છેલ્લા બાળકની પ્રસૂતિની વેદના વખતે પણ ગાંધીજીએ પ્રસવનું બધુ જ કાર્ય કર્યું. ગાંધીજી માનતા હતા કે બાળકના જન્મ પછી પ્રથમ પાંચ વર્ષ તેને યોગ્ય કેળવણી આપવી જોઇએ