મોગરાના ફૂલ - 11-2

(17)
  • 3.8k
  • 2
  • 827

જ્યારે નવલકથા તેના આખરી તબક્કામાં પહોંચી ચુકી છે ત્યારે મિત્રો અગિયારમું પ્રકરણ આપને ખુબજ ગમે,પ્રકરણ દસ અને અગિયાર ઘણા લાંબા હોવાથી બંનેને બે ભાગમાં વહેંચવા પડ્યા છે તો દરગુજર કરશો અને વાર્તાનો અંત ચકુડી કે જે નવલકથાનું નાનામાં નાનું પાત્ર છે,તેના તરફ ઢોળાઈ છે, કેમકે તે સમજે છે કે બધા લોકો પ્રસંગોને માણતા મને ભૂલી ગયા છે,એટલે નિશાન તેની મમ્મીને જ બનાવે છે દાદાના વ્હાલ વચ્ચે તેમના હાથોમાં રહેલી ઢીંગલી મમ્મી નજીક આવતા તેના વાળમાં શોભતી મોગરાની વેણી તોડી નાખે છે અને તૂટેલી વેણીને પોતાની નાજુક નાની આંગળીઓના ઈશારે દાદાને પોતાના વાળમાં મુકવા કહે છે ત્યારે મમ્મીનું વહાલ વેગીલું બની તેને ચૂમી લે છે અને વાતાવરણમાં બધાની આંખો નમ બને છે,ત્યાં ફક્ત અને ફક્ત મોગરો અને મોગરાની સુગંધ વાતાવરણને ભરી દે છે,મિત્રો આ કથાનો અભિપ્રાય જાણવા હું ઉત્સુક રહીશ,આનંદ થશે,ભવિષ્યમાં પણ આપને ગમતી કથાઓ મુકતો રહીશ,મોગરાના ફૂલ એ મારી એક ટૂંકી વાર્તા કે જે ગુજરાતના સુપ્રસિદ્ધ માસિક ચાંદનીમાં ૧૯૮૧ માં સ્થાન પામી હતી ,તેને વિસ્તરણ કરીને મેં નવલકથાનું રૂપ આપ્યું છે.ફરી વાર્તાના માધ્યમ દ્વારા મળતાં રહીશું ,જય શ્રી કૃષ્ણ. -મહેન્દ્ર ભટ્ટ.