શાયર- પ્રકરણ ૧૫.

(3.6k)
  • 3.4k
  • 1.3k

ગાડી ધમધમાટ આગળ ચાલવા માંડી. ગાડીની અંદર બેઠેલા મુસાફરો પોતપોતાના સ્વભાવ પ્રમાણે સમય ગાળવા લાગ્યાં. બે ત્રણ છોકરાંઓ બારીમાંથી લળીલળીને બહાર જોતાં હતા. ગાય, ભેંસ, બળદ, માણસ, ગાડું, કાંઈ દેખાય તો એકબીજાનું ને પોતાના માબાપનું ધ્યાન ખેંચતાંં હતાં.