સત્યના પ્રયોગો - ભાગ-3 - 8

  • 4.2k
  • 1
  • 1.1k

આ કૃતિમાં બ્રહ્મચર્યના વ્રતનું પાલન ગાંધીજીએ કેવી રીતે કર્યું અને તે વિશે તેમના વિચારોનું વર્ણન છે. મિત્રો સાથે સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચારો કર્યા પછી વર્ષ 1906માં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું. આ વ્રત ગાંધીજીએ ફીનિક્સમાં લીધું. ત્યાંથી ગાંધીજી જોહાનિસબર્ગ ગયા જ્યાં એક મહિનાની અંદર સત્યાગ્રહની લડતનો પાયો નંખાયો. ગાંધીજીને લાગ્યું કે બ્રહ્મચર્યનું વ્રત જાણે કે આ લડત માટે તેમને તૈયાર કરવા માટે જ કરવામાં આવ્યું હતું. સત્યાગ્રહની કલ્પના કંઇ ગાંધીજીએ રચી નહોતી રાખી પરંતુ તેની ઉત્પતિ, અનાયાસે થઇ. ગાંધીજી લખે છે કે બ્રહ્મચર્યના વ્રતને 56 વર્ષ પૂર્ણ થઇ ગયાં છે અને મારૂ માનવું છે કે ‘આ વ્રત પાળનારે સ્વાદ ઉપર કાબૂ મેળવવો જોઇએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય ઘણું જ સહેલું બની જાય છે.’ બ્રહ્મચર્યનું પાલન શરૂ કર્યા પછી ગાંધીજીના ખોરાકના પ્રયોગો કેવળ ખોરાકની દ્ષ્ટિએ જ નહીં,પરંતુ બ્રહ્મચર્યની દ્રષ્ટિએ થવા લાગ્યા. ગાંધીજી લખે છે કે ઇન્દ્રીયોના દમનના હેતુથી ઇચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઇન્દ્રીયદમનમાં ઘણી મદદ મળે છે.