સત્યના પ્રયોગો - ભાગ-3 - 9

  • 4.7k
  • 1
  • 885

આ કૃતિમાં ગાંધીજીની સાદાઇના પ્રયોગોનું વર્ણન છે. આફ્રિકામાં ઘર વસાવ્યા પછી ગાંધીજીને ધોબીનું ખરચ વધારે લાગ્યું. ધોબી નિયમિત રીતે કપડાં ન આપે તેથી ગાંધીજી ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યા. પત્નીને પણ શીખવ્યું. ગાંધીજીએ શર્ટનો કોલર ધોઇને ઇસ્ત્રી કરી પરંતુ બરાબર ન થઇ અને કોર્ટમાં બેરિસ્ટરોનું મજાકનું સાધન બન્યા. ધોબીની જેમ ગાંધીજી હજામની ગુલામીમાંથી પણ છૂટવા માંગતા હતા કારણ કે એકવાર ગાંધીજી એક અંગ્રેજ હજામને ત્યાં વાળ કપાવવા માટે ગયા. આ હજામે ગાંધીજીના વાળ કાપવાની જે રીતે તિરસ્કારપૂર્વક ના પાડી તેનાથી ગાંધીજીને લાગી આવ્યું. ગાંધીજીએ બજારમાંથી વાળ કાપવાનો સંચો ખરીદી અરિસાની સામે ઊભા રહી જાતે વાળ કાપ્યા. વાળ જેમતેમ કપાયા તો ખરા પણ પાછળના વાળ કાપતાં ઘણી મુશ્કેલી પડી અને તે સીધા ન કપાયા. ગાંધીજીને કોર્ટમાં હાંસીનું પાત્ર બન્યા. કોર્ટમાં કોઇ કહ્યું તે તમારા માથે ઉંદર ફરી ગયા છે. ગાંધીજીએ આગળ જતાં સાદાઇના અનેક પ્રયોગો કર્યા.