શાયર - પ્રકરણ ૨૦.

(2.4k)
  • 3.5k
  • 1.5k

મુંબઈમાં લોકોમાં સામુદાયિક કુતૂહલ જગવવું એ કાંઈ સહેલું નથી, ને કુતૂહલ જગવ્યા પછી એને શમાવવું એ તો એનાથીયે સહેલું નથી. કેટલાય સમયથી મુંબઈમાં કુતૂહલ જાગ્યું હતું. આ ચતુરદાસ છે કોણ ક્યા અગોચર પ્રદેશમાંથી આ ધૂમકેતુ નીકળી આવ્યો છે