પિયર

(64)
  • 4.1k
  • 5
  • 1k

અજય, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં શાલિની એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. અજય પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો શાલિની નજીક આવી ને પોતાની બંગડીઓની ખનક થી ઉઠાડવા બેડરૂમ માં આવશે. અને બસ શાલિની આવી. આવતાં જ અજય એ શાલિની ને પ્રેમથી પોતાના આશ્લેષ માં જકડી લીધી.