સત્યના પ્રયોગો - ભાગ-3 - 18

  • 4.8k
  • 1
  • 1k

આ કૃતિમાં ગાંધીજીના ગોખલે સાથેના વધુ કેટલાક અનુભવોનું વર્ણન છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમના ખ્રિસ્તી મિત્રોને કહેલું કે તેઓ હિન્દુસ્તાનની ખ્રિસ્તી મિત્રોને મળશે. કાલિચરણ બેનરજી મહાસભામાં ભાગ લેતા, તેથી તેમના વિશે ગાંધીજીને માન હતું. ગાંધીજી તેમને તેમના ઘેર મળવા ગયા. તેઓ બંગાળી ધોતી-કૂર્તામાં હતા. તેમણે ગાંધીજીને કહ્યું કે ‘પાપનું નિવારણ હિન્દુ ધર્મમાં નથી પરંતુ ખ્રિસ્તી ધર્મમાં છે. પાપનો બદલો મોત છે અને તેમાંથી બચવાનો માર્ગ ઇશુનું શરણ છે તેમ બાઇબલ કરે છે.’ ગાંધીજીને જો કે આ વાતથી સંતોષ ન થયો. કાલિ મંદિર જોવાની ઇચ્છાથી ગાંધીજી એક દિવસ ત્યાં ગયા. આ મંદિરની બહાર ભિખારીઓ અને બાવાઓની લાઇન લાગેલી હતી. કાલી મંદિરમાં ઘેટાની બલી થતી અને ચારેતરફ લોહીની નદીઓ વહેતી હતી. ગાંધીજી માનતા કે આ ઘાતકી પૂજા બંધ થવી જોઇએ. ગાંધીજીને મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવ કરતાં ઓછી નથી. ‘મનુષ્યનાદેહને નિભાવવા હું ઘેટાંનો દેહ લેવા તૈયાર ન થાઉં.’