સત્યના પ્રયોગો - ભાગ-3 - 20

  • 4.3k
  • 900

ગાંધીજીની કલકત્તાથી રાજકોટ સુધીની ત્રીજા વર્ગની મુસાફરી અને કાશીના અનુભવોનું વર્ણન આ પ્રકરણમાં છે. પાલનપુર સિવાય ગાંધીજી બધે ધર્મશાળા અથવા પંડાઓના ઘેર, યાત્રાળુઓની જેમ ઉતર્યા હતા. ત્રીજા વર્ગની મુસાફરી અંગે ગાંધીજી લખે છે કે ડબ્બામાં ગંદગી અને પાયખાના (ટોઇલેટ)ની હાલત ઘણી જ ખરાબ હતી. ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ડબ્બામાં ભરાતાં. યુરોપ અને આફ્રિકામાં ત્રીજા વર્ગની હાલત ભારત કરતાં ઘણી સારી હતી. જ્યારે ભારતમાં રેલવેની અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો, ગમેત્યાં થૂંકવું, કચરો નાંખવા, બીડી ફૂંકવી, પાનની પિચકારીઓ મારવી, એંઠવાડ ભોંય પર નાખવો, બરાડા પાડી વાતો કરવા જેવા અનુભવ થયા. ગાંધીજી કાશીમાં ઉતર્યા ત્યાં એક બ્રાહ્મણને ત્યાં ઉતારો હતો. પંડાએ બધી તૈયારી કરી રાખી હતી પરંતુ ગાંધીજીએ કહ્યું કે મારાથી સવા રૂપિયા ઉપરાંત દક્ષિણા નહીં અપાય. કાશી વિશ્વનાથના દર્શને ગયેલા ગાંધીજીને લુચ્ચાઓની છેલ્લી ઢબની મીઠાઇ, રમકડાં બજાર જોયાં. મંદિરમાં સડેલા ફૂલ જોયાં. દુકાની લેવામાં આનાકાની કરનારા પંડાઓની લુચ્ચાઇનો પણ ગાધીજીને અનુભવ થયો