ડાર્ક મેટર

(45)
  • 11k
  • 13
  • 3.7k

ડાર્ક મેટર (ભાગ-૧) રાત્રિ દરમિયાન માનવસર્જીત પ્રકાશનું પ્રમાણ નહિવત હોય એવી અંતરિયાળ જગ્યાએથી ક્યારેય આકાશને જોયું છે? ટમટમતા તારલાઓ અને ગ્રહોની વચ્ચે અવકાશી ચંદરવાને પૂર્વથી પશ્ચિમ સુધી કવર કરતો આછા સફેદ વાદળ જેવો એક પટ્ટો ઉગે છે. આ પટ્ટાને ધ્યાનથી અવલોકો તો એનો નજારો ખરેખર અદભૂત હોય છે. એમાંય જ્યારે તમને ખબર પડે કે આ આછો સફેદ પટ્ટો બીજુ કંઇ નહીં પણ દૂધગંગા તરીકે ઓળખાતી આપણી આકાશગંગા જ છે ત્યારે આશ્ચર્યનો પાર રહેતો નથી. અંગ્રેજીમાં The Milky Way તરીકે ઓળખાતી આ આકાશગંગા આપણી જ આકાશગંગા છે. આકાશગંગા જેમાં આપણે રહીએ છીએ. પૃથ્વી, ચંદ્ર, અન્ય ગ્રહો અને સૂર્ય એમાંજ આવેલાં છે.

Full Novel

1

ડાર્ક મેટર (ભાગ-૧)

ડાર્ક મેટર (ભાગ-૧) રાત્રિ દરમિયાન માનવસર્જીત પ્રકાશનું પ્રમાણ નહિવત હોય એવી અંતરિયાળ જગ્યાએથી ક્યારેય આકાશને જોયું છે? ટમટમતા તારલાઓ ગ્રહોની વચ્ચે અવકાશી ચંદરવાને પૂર્વથી પશ્ચિમ સુધી કવર કરતો આછા સફેદ વાદળ જેવો એક પટ્ટો ઉગે છે. આ પટ્ટાને ધ્યાનથી અવલોકો તો એનો નજારો ખરેખર અદભૂત હોય છે. એમાંય જ્યારે તમને ખબર પડે કે આ આછો સફેદ પટ્ટો બીજુ કંઇ નહીં પણ દૂધગંગા તરીકે ઓળખાતી આપણી આકાશગંગા જ છે ત્યારે આશ્ચર્યનો પાર રહેતો નથી. અંગ્રેજીમાં The Milky Way તરીકે ઓળખાતી આ આકાશગંગા આપણી જ આકાશગંગા છે. આકાશગંગા જેમાં આપણે રહીએ છીએ. પૃથ્વી, ચંદ્ર, અન્ય ગ્રહો અને સૂર્ય એમાંજ આવેલાં છે. ...Read More

2

ડાર્ક મેટર (ભાગ-૨)

ડાર્ક મેટર (ભાગ-૨) ડાર્ક મેટર પર વેરા રૂબીન નામની મહિલા ખગોળશાસ્ત્રીના સંશોધનપત્રને શરૂશરૂમાં પુરૂષોની જમાતમાં ગંભીરતાથી લેવામાં આવ્યું નહી. ધીરે ધીરે અન્ય ખગોળશાસ્ત્રીઓ અને સંસ્થાઓને પણ અવલોકનના અંતે સમાન પ્રકારના પરિણામો મળવા લાગ્યાં. વસ્તુ જ્યારે નજર સામે સ્પષ્ટ નથી હોતી ત્યારે એમાં વિશ્વાસ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન આવે છે. પણ વસ્તુ જ્યારે નજર સામે સ્પષ્ટ હોય છે ત્યારે એમાં વિશ્વાસ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન જ આવતો નથી. જે સ્પષ્ટ છે એ જ તો ભૌતિક વાસ્તવિકતા છે. વેરાના અવલોકનોના પરિણામ જેવાં જ પરિણામો અન્ય વૈજ્ઞાનિકોને પણ મળી રહ્યાં હતાં એટલે એને નકારવાનો પ્રશ્ન ન હતો. એને સ્વીકાર્યાં સિવાય ...Read More

3

ડાર્ક મેટર (ભાગ-૩) - છેલ્લો ભાગ

ડાર્ક મેટરભાગ-૩આપણું જૂનું અને જાણીતું દૃશ્ય બ્રહ્માંડ માત્ર ૫% પદાર્થનું જ બનેલું છે. લગભગ ૨૭% પદાર્થ ડાર્ક મેટર સ્વરૂપે લગભગ ૬૮% પદાર્થ ડાર્ક એનર્જી સ્વરૂપે બ્રહ્માંડમાં પથરાયેલો છે. આમાં ડાર્ક શબ્દ દર્શાવે છે કે જે-તે પદાર્થ કે ઊર્જા હજી આપણાથી અજાણી છે. ડાર્ક એનર્જી બ્રહ્માંડના વિસ્તરણને વધુ ને વધુ વેગવાન બનાવનાર રહસ્યમય ઊર્જા છે. આ ઊર્જા શૂન્યાવકાશ સાથે (કહો કે સ્પેસટાઇમ ફેબ્રિક સાથે) મૂળ ગુણધર્મ તરીકે જોડાયેલી હોય એમ જણાય છે. બ્રહ્માંડ વિસ્તરતું જાય છે અને છતાં એનાં મૂલ્યમાં કોઇ ઘટાડો થતો નથી. પરિણામે બ્રહ્માંડ વધુ ને વધુ ઝડપથી વિસ્તરતું જાય છે. આ વાત દર્શાવે છે કે કદાચ વિસ્તરણ ...Read More