મિલન- A Soul of Love Story

(42)
  • 9.8k
  • 0
  • 3k

મિલન- A Soul of Love Story Part - 1 ??? હોટલ ગોલ્ડન ક્રાઉન ફાઈવસ્ટાર હોટલ સામે તે લગભગ અડધા કલાકથી ઊભો હતો. તે વારેઘડીએ રોડની બંને બાજુએ જોતો રહેતો હતો, કારણકે એને ખબર નહોતી કે તેની પ્રેમિકા કઈ તરફથી આવશે. તેણે એમ કહ્યું હતું કે મોડું થશે, પણ કેટલું? તેનો જવાબ મળ્યો નહોતો. તેની અધીરાઇ તેના તંગ ચહેરા પરથી વર્તાઇ આવતી હતી. ચાલતી આવશે કે ઓટોમાં તે પણ નક્કી નહોતું. તેથી તે દૂરથી કોઈ સ્ત્રી આવતી હોય તો તેને પણ ધ્યાનથી જોતો હતો, નજીક આવતાં તે નથી તેમ લાગે પછી હળવો નિશા:શો નાખતો હતો. એને ઓળખવામાં તેને

New Episodes : : Every Friday

1

મિલન- A Soul of Love Story Part - 1

મિલન- A Soul of Love Story Part - 1 ??? હોટલ ગોલ્ડન ફાઈવસ્ટાર હોટલ સામે તે લગભગ અડધા કલાકથી ઊભો હતો. તે વારેઘડીએ રોડની બંને બાજુએ જોતો રહેતો હતો, કારણકે એને ખબર નહોતી કે તેની પ્રેમિકા કઈ તરફથી આવશે. તેણે એમ કહ્યું હતું કે મોડું થશે, પણ કેટલું? તેનો જવાબ મળ્યો નહોતો. તેની અધીરાઇ તેના તંગ ચહેરા પરથી વર્તાઇ આવતી હતી. ચાલતી આવશે કે ઓટોમાં તે પણ નક્કી નહોતું. તેથી તે દૂરથી કોઈ સ્ત્રી આવતી હોય તો તેને પણ ધ્યાનથી જોતો હતો, નજીક આવતાં તે નથી તેમ લાગે પછી હળવો નિશા:શો નાખતો હતો. એને ઓળખવામાં તેને ...Read More

2

મિલન- A Soul of Love Story Part - 2

રિસેપ્શન પર રૂમ જોતજોતામાં બુક થઈ ગયો. થર્ડ ફ્લોર પર રૂમ નંબર ૪૦૧ મળ્યો. રૂમબોય તેમની આગળ ચાવીઓનો ઝુડો ચાલવા લાગ્યો, ત્રણેય જણ લિફ્ટની કેબિનમાં ગોઠવાયા ત્યાં રૂમબોયનો મોબાઇલ રણક્યો એ વાતોમાં મસ્ત હતો. તક મળતાં ગુરુત્વાકર્ષણ વિરુધ્ધ ગતિ આરંભ થઈ. તો આ બંને પણ પ્રેમાકર્ષણના ફોર્શથી એકબીજાની બાહોમાં ખેંચાઈ ગયા. લિફ્ટનું હળવું વાઇબ્રેસન અને ઉધ્વગતિની સાથે શરીર ભીડાઈ ગયા, આંખો સામસામે ટકરાઇ, હથેળીઓ ભીડાઈ ગઈ. ત્યાં જ નાનકડું પરંતુ ઉગ્ર ચુંબન લેવાઈ ગયું. જાણે તેના આઘાતથી લિફ્ટ ઊભી રહી ગઈ! ડોર ખૂલ્યું અને તેઓ લોબીમાં આવી ગયા. લેફ્ટ સાઇડમાં છેલ્લેથી બીજો હતો રૂમ નંબર ૪૦૧. ...Read More

3

મિલન- A Soul of Love Story Part - 3

આ બાજુ કામિનીએ પોરો ખાધો, તે પણ જરૂરી હતું, કારણ કે આ કલામાં તે એટલી હોંશિયાર હતી કે ખ્યાલ આવી જતો કે હવે સામેનું પાત્ર કેટલું તરી શકશે કે ફસકી જશે!! જો નાવિક મધદરિયે હલેસા મૂકી દે તો મજા ના આવે. તે એટલી બધી ઉત્તેજિત અને વહાલથી ઉભરાયેલ હતી કે નીચે નમી તેણે પુરુષની છાતી પર દબાણથી હાથ ફેરવ્યો, નીચા નમી એના ગાલે બટકું ભર્યું, પછી ચસચસતું ચુંબન ચોડી દીધું. પછી એ જોબનવંતી, કામણગારી ભારતનાટ્યમ નૃત્યની જેમ સતત નર્તકીના બંને પગ તબલાના તાલે હાર્ડ જમીન પર થીરકતા હોય એમ પુરુષના કઠોર સ્નાયુબદ્ધ શરીર પર તાલબધ્ધ ...Read More