આ વાર્તા આર્યન ખન્ના નામના જાસૂસની છે જે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સર્વિસ (IIS) માં કામ કરે છે તે આતંકવાદીઓની ગતિવિધી ઉપર નજર રાખે છે અને તેની જાણકારી પોતાની સંસ્થાને આપે છે. આર્યનની પત્ની કવિતા મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે તેની સહેલીઓ જેનિફર, નઝમા અને તેના મેનેજર જોન સાથે એક મોડલિંગ ઈવેનટ માટે પેરિસ જાય છે. પેરિસથી પાછા ફરતી વખતે તેઓ ત્રણેય ગાયબ થઈ જાય છે. શું આર્યનના કોઈ દુશ્મનને તેને ગાયબ કરી હશે? કે મોડેલની તસ્કરી કરનારા ગ્રુપે તેને kidnap કરી હશે? આ સવાલોના જવાબ જાણવા માટે આ પ્રકરણ વાંચો. ************************************************************************************************************************ આર્યન એક એડવર્ટાઇઝ કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરે છે

Full Novel

1

Mission-X - 1

આ વાર્તા આર્યન ખન્ના નામના જાસૂસની છે જે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સર્વિસ (IIS) માં કામ કરે છે તે આતંકવાદીઓની ગતિવિધી નજર રાખે છે અને તેની જાણકારી પોતાની સંસ્થાને આપે છે. આર્યનની પત્ની કવિતા મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે તેની સહેલીઓ જેનિફર, નઝમા અને તેના મેનેજર જોન સાથે એક મોડલિંગ ઈવેનટ માટે પેરિસ જાય છે. પેરિસથી પાછા ફરતી વખતે તેઓ ત્રણેય ગાયબ થઈ જાય છે. શું આર્યનના કોઈ દુશ્મનને તેને ગાયબ કરી હશે? કે મોડેલની તસ્કરી કરનારા ગ્રુપે તેને kidnap કરી હશે? આ સવાલોના જવાબ જાણવા માટે આ પ્રકરણ વાંચો. ************************************************************************************************************************ આર્યન એક એડવર્ટાઇઝ કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરે છે ...Read More

2

Mission-X - 2

વિક્રમે આર્યનને ટેકસીવાળા આલ્બટોની બધી માહિતી આપી હોય છે તેથી તે સાવધાનીપૂર્વક આલ્બટોના ફ્લેટ પર પહોંચી જાય છે. આર્યન નજર રાખીને બેહદ સાવધાનીપૂર્વક ફ્લેટનો દરવાજો ડુપ્લીકેટ ચાવીથી ખોલીને ફ્લેટની અંદર પહોંચે છે. આર્યન ફ્લેટમાં ચારે તરફ નજર દોડાવે છે પરંતુ ફ્લેટમાં કોઈ હોતું નથી. અચાનક, આર્યનને ફ્લેટના બેડરૂમમાંથી કોઈનો કણસવાનો અવાજ આવે છે. તે ઝડપથી બેડરૂમની અંદર જાય છે, ટેકસીવાળો આલ્બટો બેડરૂમની પથારી પર પડ્યો હોય છે. એવું લાગતું હતું કે, તેના આવ્યા પહેલા જ કોઈએ તેને ગોળીએથી વીંધી નાખ્યો હતો. તે પોતાના આખરી શ્વાસ ગણી રહ્યો હતો. આર્યન તેની પાસે જઈને તેને કમરેથી ઊભો કરે છે પછી પોતાનો ...Read More

3

Mission-X - 3

ત્રણેય જણા cafe coffee day જેવા હોટલમાં પહોંચી અને કોફીનો ઓર્ડર આપે છે તેટલામાં માઇકલ સિવિલ ડ્રેસમાં ત્યાં આવે વસીમ આર્યન અને જેનીફરની ઓળખાણ માઇકલ સાથે કરાવે છે અને પોતે અહીં આવવાનો મકસદ જણાવે છે ત્યારે માઇકલ તેને જણાવે છે કે તેણે પણ Wilson વિશે બધી ખબર છે પરંતુ નેતાઓ અને માફિયાઓ તેની સાથે હોવાથી કોઈ તેનું કશું બગાડી શકતું નથી, તેના માણસોના બે ચાર કેસ તો તેના દ્વારા જ થયેલા છે પરંતુ દરેક વખતે તે કાનૂની દાવપેચથી છટકી જાય છે. તે આર્યન અને વસીમને સલાહ આપે છે કે આ મામલામાં તેઓ વધારે ઊંડા ન ઉતરે અને ભારત પાછા ...Read More

4

Mission-X - 4 - Last Part

આર્યન ભારત આવીને સીધો જોનના ઘરે ધસી જાય છે ત્યાં તેને સલીમ અને જોન બન્ને દારૂ પીતા જોવા મળે આર્યન ગુસ્સામાં બન્નેને ખૂબ માર મારે છે ત્યારે સલીમ સાચું બોલી જાય છે કે તેને જોનના કહેવાથી આ બધું કર્યું હતું. ત્યારે તે જોનને ફરીથી માર મારી અને પૂછે છે કે, કવિતા ક્યાં છે? ત્યારે જોન ડરના માર્યા બધી હકીકત કહી દે છે કે IIS નો વડો પ્રશાંત મારો જૂનો મિત્ર છે. આ બધું તેણે પ્રશાંતના ઇશારે જ કર્યું છે અને કવિતા પણ તેમની પાસે જ છે ત્યારે આર્યન shocked થઈ જાય છે અને તે તરત જ પ્રશાંતને મળવા IIS ...Read More