BCA ની પરીક્ષા પત્યા પછી એક સોફ્ટવેર કંપની માં નોકરી લાગ્યો . પંદર હજાર પગાર. ભાડા નું ઘર એટલે ઘર પણ ચલાવવાનું અને પોતાનો ખર્ચો પણ નીકાળવાંનો, નાની ઉમર માં જ ઘણી બધી જવાબદારીઓ આવી ગઈ હતી, તેથી કમાવા સિવાય વધારે ક્યાંય મગજ ચાલતું ન હતું. રોજ સવારે ટિફિન નું ડબલું બેગ માં ભરી ને એક્ટિવ લઇ ને નીકળવાનું અને સાંજે ૬ વાગે છૂટવાનું. ત્યાંથી બીજી જગ્યા એ ૭ થી ૧૦ વાગ્યા સુધી ઓવર ટાઈમ કરવા માટે જવાનું. કેમ કે વાપરવાનો ખરચો તો કાઢવાનો ને. આવી રીતે જિંદગી ની સાયકલ ચાલી રહી હતી.

New Episodes : : Every Tuesday

1

પાઈ ભાગ-1

BCA ની પરીક્ષા પત્યા પછી એક સોફ્ટવેર કંપની માં નોકરી લાગ્યો . પંદર હજાર પગાર. ભાડા નું ઘર એટલે પણ ચલાવવાનું અને પોતાનો ખર્ચો પણ નીકાળવાંનો, નાની ઉમર માં જ ઘણી બધી જવાબદારીઓ આવી ગઈ હતી, તેથી કમાવા સિવાય વધારે ક્યાંય મગજ ચાલતું ન હતું. રોજ સવારે ટિફિન નું ડબલું બેગ માં ભરી ને એક્ટિવ લઇ ને નીકળવાનું અને સાંજે ૬ વાગે છૂટવાનું. ત્યાંથી બીજી જગ્યા એ ૭ થી ૧૦ વાગ્યા સુધી ઓવર ટાઈમ કરવા માટે જવાનું. કેમ કે વાપરવાનો ખરચો તો કાઢવાનો ને. આવી રીતે જિંદગી ની સાયકલ ચાલી રહી હતી. ...Read More

2

પાઈ ભાગ - 2

હવે અમે વાતો કરતા થઇ ગયા હતા. પછી રોજે રાતે સાડા આઠ વાગે એટલે વાતો ચાલુ થાય છેક ૩, ૪ વાગ્યા સુધી. નવરાત્રી નો ટાઈમ હતો એટલે વાંધો નતો આવતો, હવે જાણે આદત પડી ગઈ હતી એની. જેમ "ચા" ના બંધાણી ને ટાઈમ થાય એટલે "ચા" જોઈએ, એમ જ રાતે સાડા આઠ વાગે એટલે તેનો મેસેજ આવવો જોઈએ. ચાર દિવસ પછી બન્યું એવું કે રાતે સાડા આઠ થયા પણ તેનો મેસેજ ના આવ્યો, ૧૨ વાગ્યા સુધી રાહ જોઈ તો પણ ના આવ્યો પછી મેં સામે મેસેજ કર્યો " ગુડ નાઈટ" તો એક જ વાર ...Read More