હું રાહ જોઇશ!

(102)
  • 41k
  • 7
  • 14.9k

સવાર સવારમાં ધર્મા વિલા માં એક મીઠો મધુરો અવાજ ગુંજી રહ્યો હતો. વેદિકા તૈયાર થઈને એના મમ્મી પપ્પા ના રૂમ આગળ દરવાજો ખખડાવી ખુબજ મીઠા અવાજમાં બૂમ પાડી રહી હતી."મમ્મી જલ્દી ઉઠ મારો જવાનો ટાઈમ થઇ ગયો છે. મને મોડું થાય છે."બસ હવે શાંતિ રાખ. કેટલી બૂમો પાડીશ? એક તું જ હસે જે સવાર માં પોતે વહેલી ઊઠીને પોતાની મમ્મી ને જગાડતી હસે." દક્ષાબેન ઊંગરેતા અવાજ માં બોલ્યા કે જે વેદિકાના મમ્મી છે."મમ્મી તને તો ખબર છે ને તારુ અને પપ્પા નું મોઢું જોયા વિના હું ઘરની બહાર નથી જતી. પપ્પા ક્યાં છે? દર વખતે મોડું કરે છે. જલ્દી બોલાવને!"અરે

New Episodes : : Every Thursday & Saturday

1

હું રાહ જોઇશ! - 1

સવાર સવારમાં ધર્મા વિલા માં એક મીઠો મધુરો અવાજ ગુંજી રહ્યો હતો. વેદિકા તૈયાર થઈને એના મમ્મી પપ્પા ના આગળ દરવાજો ખખડાવી ખુબજ મીઠા અવાજમાં બૂમ પાડી રહી હતી."મમ્મી જલ્દી ઉઠ મારો જવાનો ટાઈમ થઇ ગયો છે. મને મોડું થાય છે.""બસ હવે શાંતિ રાખ. કેટલી બૂમો પાડીશ? એક તું જ હસે જે સવાર માં પોતે વહેલી ઊઠીને પોતાની મમ્મી ને જગાડતી હસે." દક્ષાબેન ઊંગરેતા અવાજ માં બોલ્યા કે જે વેદિકાના મમ્મી છે."મમ્મી તને તો ખબર છે ને તારુ અને પપ્પા નું મોઢું જોયા વિના હું ઘરની બહાર નથી જતી. પપ્પા ક્યાં છે? દર વખતે મોડું કરે છે. જલ્દી બોલાવને!""અરે ...Read More

2

હું રાહ જોઇશ! - (૨)

"મને તમારો મોબાઈલ આપશો? એક કોલ કરવો છે."વેદિકા અભયને તેનો મોબાઈલ આપે છે. અભય તેની પાસેથી મોબાઈલ લઈને એક કરે છે."હેલ્લો દિદુ! હું અભય બોલું છું.""બેટું ક્યાં છે? અમે ક્યારના તારી ચિંતા કરીએ છીએ. પપ્પા ક્યારના તને શોધવા માટે બહાર ગયેલા છે. તું બરાબર તો છે ને?" અભયની મોટી બહેન સાનવી ચિંતિત સ્વરે બોલતી હોય છે."અરે દીદુ. રિલેક્સ! રેલ્વે સ્ટેશન પર હું પડી ગયો હતો તો એક છોકરી મને તેમને ત્યાં સારવાર માટે લઈ આવી. અને મારો મોબાઈલ પણ આ દોડધામમાં ખોવાય ગયો હતો અને હું બેભાન હતો એટલે તમારો સંપર્ક કરી શકાયો ન હતો.""અરે સ્ટેશન પર કેવી રીતે ...Read More

3

હું રાહ જોઇશ! - (૩)

અભય ના જતા જ વેદિકા ને યાદ આવે છે કે તે અભય નું નામ પૂછવાનું ભૂલી ગઈ છે. પછી અભયના પપ્પાની કંપની વિશે માહિતી મેળવી ને ઈન્ટરનેટ પર સર્ચ કરે છે. પણ તેને ક્યાંય પણ અભય વિશે કે તેના નામ વિશે ખબર પડતી નથી. હકીકતમાં એવું હોય છે જે અભયને પહેલેથી જ લાઇમ લાઇટમાં રહેવાનુ પસંદ ના હોવાથી તે મીડિયા થી દુર જ રહે છે. તેથી મીડિયા માં કોઈ પણ જગ્યા એ તેનું નામ કે તેનો ફોટો કશું જોવા મળતું નથી. તેથી તે પોતાનું લેપટોપ બંધ કરી બીજા કામમાં લાગી જાય છે.*********************************અભય લોકો તેમના ઘરે પહોંચે છે. પણ અભય ...Read More

4

હું રાહ જોઇશ! - (૪)

બીજે દિવસે સવાર થતાં અભય પોતાના ટાઈમ પર ઊઠી જાય છે અને મોર્નિંગ વોક માટે નીકળી જાય છે. મોર્નિંગ પરથી આવીને તે નાસ્તો કર્યા બાદ કોલેજ જવા નીકળે છે. રસ્તામાં તેને ગઈકાલે કરેલા નિર્ણય યાદ આવતા તે એક બુકે શોપ પરથી એક બુકે અને એક સોરી નું કાર્ડ લઈને વેદિકા ની કંપની નું ગેસ્ટ હાઉસ હોય તે એપાર્ટમેન્ટ તરફ જાય છે. અભય ત્યાં પહોંચી જાય છે. તે ગેટ તરફ જાય ત્યાં સામેથી તેને વેદિકા આવતી નજરે પડે છે. તેના હાથમાં પણ બુકે હોય છે. અભય વેદિકા ને જોવામાં જ ખોવાય જાય છે. વેદિકા પાસે આવી જાય છે તો પણ ...Read More

5

હું રાહ જોઇશ! - (૫)

અભય જ્યારે તે છોકરાને માર્યો ત્યારે તેની સાથેના બે છોકરા અભય તરફ ધસી આવ્યા. તે જોઈને આરવ અને કપિલ પેલા ત્રણેય પર તુટી પડયા."તારી હિંમત કેવી રીતે થઈ મારી દીદી ને છેડવાની. હું તને જીવતો નઈ છોડુ." અભય ખૂબ જ ગુસ્સામાં પેલા છોકરાને મારતો હતો. અભયનો ગુસ્સો જોઈ તેની સાથેના છોકરા જે કપિલ અને આરવ સાથે લડાઈ કરતા હતા તે ત્યાંથી નીકળી પ્રિન્સિપાલ ઓફિસ તરફ દોડ્યા. અભય ખૂબ જ ગુસ્સામાં મારતો હતો તેથી કપિલ, આરવ, વેદિકા બધા અભયને છોડાવવાની કોશિશ કરતા હતા. પણ અભય કોઈને ગાંઠતો ન હતો. સાનવી આ સમય દરમિયાન રડતી રડતી બાજુમાં ઉભી હતી. વેદિકા તે ...Read More

6

હું રાહ જોઇશ! - (૬)

બધા પ્રિન્સિપલ ઓફીસ ની બાહર આવે છે."શું વાત છે વેદિકા. તે એવું તો શું કર્યું મોન્ટી ના પપ્પાએ અહીંયા મોન્ટી પાસે માફી મંગાવી?" હર્ષીતા ખુશ થતા બોલે છે."અને હા પેલા મોન્ટીનું મોઢું જોવાનું હતું. કેવું બંદર જેવું થઈ ગયું હતું." કપિલ પોતાના હંમેશા ના મજાકિયા અંદાજ માં બોલે છે અને બંદર જેવું મોઢું કરે છે. બધા તેને જોઇને હસવા લાગ્યા."સાચે યાર મજા આવી ગઈ. વેદિકા તે કંઈ કર્યું ન હોત તો મે તો નક્કી જ કર્યું હતું કે તે મોન્ટી જેવો કોલેજની બહાર આવે તો એને ફરીવાર મેથીપાક ચખાડીશ. પણ હવે એ બચી ગયો." આરવ દાંત કચ કચાવીને બોલે ...Read More

7

હું રાહ જોઇશ! - (૭)

અભય ખુબજ દુઃખી હતો. એક તો એની મમ્મીએ વેદિકા ને તેમના ઘરે રહેવા માટે બોલાવવાની ના પાડી હતી અને કે વેદિકા કહ્યા વિના જ કશે જતી રહી હતી. થોડીવાર પછી તે ઘરે જાય છે. તે જેવો ઘરમાં પ્રવેશે છે તેવો જ ચોંકી જાય છે. તે વેદિકા ને સોફા પર બેઠેલી જુએ છે. તેની પાસે તેનું બેગ પડેલું હોય છે. તેના ચહેરા પર મુઝવણના ભાવ દેખાય રહ્યા હતા. અભય તેની પાસે ગયો."અરે વેદિકા અહીંયા શું કરે છે? અને આ બેગ લઈને ક્યાં જતી હતી. તારા ગેસ્ટ હાઉસ પર ગયો તો એ લોકોને પણ કંઈ ખબર ન હતી. મને થયું અચાનક ...Read More

8

હું રાહ જોઇશ! - (૮)

બીજે દિવસે સવારે અભય અને વેદિકા કોલેજ જવા માટે નીકળે છે. ગઈકાલ રાતની ઘટનાને લીધે તેઓ વચ્ચે કોઈ વાત નથી."થેંકસ" વેદિકા મૌન તોડતા બોલે છે."કેમ? કંઈ વાતનું થેંકસ?" અભય અજાણ બનતા બોલે છે."મને ખબર છે તારા ઘરમાં મને રાખવાનો વિચાર તારો જ હસે. ગઈકાલનો મારે તને આભાર માનવાનો રહી જ ગયો હતો.""એવું કંઈ નથી. મને પણ ખબર ન હતી. એટલે તારે આભાર માનવો જ હોય તો મારી મમ્મીનો આભાર માનજે.""ભલે તને ત્યારે ન ખબર હતી પણ હું જાણું છું કે તેં જ આંટીને કહ્યું હશે.""ચાલ જવા દે એ વાત. આપણે હવે ફ્રેન્ડ છીએ. તો દોસ્તીમાં નો સોરી, નો થેંક્યું.""એવું ...Read More

9

હું રાહ જોઇશ! (૯)

હવે તેઓની કોલેજ રેગ્યુલર શરૂ થઈ ગઈ હોય છે. અભય અને વેદિકા સાથે જ કોલેજ આવતા હોય છે. બંને એક બીજા પ્રત્યે લાગણી હોય છે પણ વેદિકા ને એવું હોય છે કે અભય અને આરના એકબીજાને ચાહે છે એટલે તે કંઈ જણાવતી નથી. અને અભય એવું વિચારે છે કે વેદિકા તેમના ઘરે રહે છે એટલે જો હું તેને પ્રપોઝ કરીશ તો મે કરેલી મદદના બદલામાં તે હા પાડી દેશે. પણ એને મજબૂરીનો પ્રેમ નથી જોઈતો. એટલે અભય વેદિકા સામેથી પ્રેમનો ઈઝહાર કરે એવી રાહ જુએ છે. આમજ તેઓ બંને પ્રેમ કરતા હોવા છતાં જણાવી શકતા નથી. વેદિકા પણ હવે ...Read More

10

હું રાહ જોઇશ! - (૧૦)

વેદિકા અભય ને રાખડી બાંધવા જઈ રહી હોય છે. બંને એકબીજાની આંખોમાં જોતા હોય છે. વેદિકા મનમાં વિચારે છે, ઈચ્છા પૂરી કરવા તું એને રાખડી બાંધી દેશે? શું તારી પાસે બીજો કોઈ રસ્તો નથી? પણ એની ઈચ્છા છે કે હું રાખડી બાંધુ. શું તેણે તને આવું કહ્યું? ના. તો પછી તું કેવી રીતે કહી શકે કે અભય ની તારી પાસે રાખડી બંધાવવા ની ઈચ્છા છે? શું તું પહેલાની જેમ તેની સાથે નોર્મલ બિહેવ કરી શકશે?"તો બીજી તરફ અભયના કાનમાં પણ અવાજો ગુંજી રહ્યા હતા, "શું તું તેને તારી બહેનના સ્વરૂપે જોઈ શકશે? તારે તો તેની સાથે રોજ મળવાનું થશે ...Read More

11

હું રાહ જોઇશ! (૧૧)

વેદિકા અને અભયની મનની વાત સાંભળીને કપિલ ને ખુબજ ગુસ્સો આવે છે. તે આ બધા માટે આરના અને અભય જવાબદાર માને છે. તેથી તે હવે આ ગ્રુપમાં સમય આપવાનું ઓછું કરી દે છે. અને કપિલ તેના ગ્રુપમાં ખબર પડ્યા વિના મોન્ટીના ગ્રુપ સાથે હાથ મિલાવી લે છે. કારણકે મોન્ટી ને પણ પેહલી વાર આવી બેઇજ્જતી સહન કરવી પડી હોય છે એટલે તેને પણ અભય ના ગ્રુપ સાથે બદલો લેવો હોય છે.વેદિકા અને અભય કોલેજ જઈ રહ્યા હોય છે. તેઓ આજે બાઇક લઈને જતા હોય છે. "કેમ આજે ખૂબ ખુશ જણાય છે?" અભય બાઇક ચલાવતા ચલાવતા વેદિકા ને પૂછે છે. "બસ એમજ." ...Read More

12

હું રાહ જોઇશ! (૧૨)

બધા જ મિત્રો હસી મજાક સાથે કોલેજ ના દિવસો એન્જોય કરતા હોય છે. તેમાં પણ આહના અભયની વધુ નજીક છે. તે આખા ગ્રુપમાં સૌથી વધુ અભય સાથે જ હસી મજાક કરતી હોય છે. અને તે દરેક જગ્યાએ અભય અને વેદિકાની સાથે જ હોય છે. એક દિવસ બધા આવી રીતે જ કોલેજમાં બેઠા હોય છે અને અભયના ફોન પર કોઈનો કોલ આવે છે. અભય તેમની સાથે વાત કરે છે અને પછી ફોન મૂકે છે. બધા અભયને જ જોતા હોય છે."મારી સામું શું જુઓ છો બધા?" અભય પૂછે છે."કશું નઈ. કોનો ફોન હતો જે આટલો ખુશ છે?" આરવ પૂછે છે."મારું જે ...Read More

13

હું રાહ જોઇશ! - (૧૩)

આરવ દવા લઈને આવે છે તો જુએ છે કે અભય અને આહના જતા રહ્યા હોય છે. તે તેમના વિશે મમ્મીને કશું પૂછતો નથી અને આરવની મમ્મી પણ કહેવાનું ભૂલી જાય છે કે અભય લોકોને એમણે જ ઘરે મોકલ્યા છે. આરવ મનમાં વિચારે છે કે અભય આમ કહ્યા વિના કેમ જતો રહ્યો? પણ આરવને ક્યાં હકીકતની ખબર હોય છે.આ બાજુ અભય અને આહના ઘરે પહોંચે તેવા જ બધા તેમને ઘેરી વળે છે. ખાસ તો આરના એના પપ્પા વિશે સવાલો પર સવાલો કરતી રહે છે."અરે બધા શાંતિ રાખો. અંક્લને હવે ખુબજ સારું છે. અને કદાચ એક બે દિવસ માં રજા પણ ...Read More

14

હું રાહ જોઇશ! - (૧૪)

તમાચો મારનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ આહના હોય છે. તેને આરવની વાત સાંભળી ખુબજ દુઃખ થાય છે. અને ગુસ્સો પણ એટલો જ આવે છે. એટલે જ તે ગુસ્સામાં આરવને તમાચો મારે છે અને ગમેતેમ બોલીને ત્યાંથી જતી રહે છે. આરના તેની પાછળ પાછળ તેને સમજાવવા માટે જાય છે.આરવ પણ આહનાની વાતને કારણે દુઃખી થઈને જતો રહે છે. અભય ત્યાંજ બેઠો હોય છે. ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ તે બેધ્યાન જ હોય છે. હજી પણ તે એમજ બેઠો હોવાથી અંતે વેદિકા તેના ખભા પર હાથ રાખે છે."અભય, મને તારા પર વિશ્વાસ છે. તું આવું ના કરી શકે. ...Read More