વિશ્વ ની ન્યારા

(98)
  • 16.3k
  • 3
  • 5.7k

ન્યારા અને વિશ્વ, ખૂબ જ ક્યુટ અને એક બીજા ને કોમ્પ્લીમેન્ટ કરતું કપલ. બને MCA થયેલા હતા. એક જ નાતના બન્ને જણા ના અરેન્જ મેરેજ હતા . ગોરો વર્ણ, હેલ્થી કહી શકાય એવું શરીર,૫”૭ ઊંચાઈ, ઘટ્ટ વાકડીયા વાળ અને જમણી બાજુ ના ગાલ પર પડતા ખાડા વાળી ન્યારા. તો સહેજ ભીનેવાન રંગ, ૫”૧૧ ઇંચ ની ઉંચાઈ ,ખડતલ શરીર ધરાવતો અને ડાબા ગાલ પર પડતા ખાડા વાળો વિશ્વ, ન્યારા સાથે સુંદર લાગતો. બંને સાથે ઉભા હોય ત્યારે હસતી વખતે ન્યારા ના જમણા ગાલ અને વિશ્વ ના ડાબા ગાલ પર પડતા ખાડા ને કારણે સુંદર દ્રશ્ય સર્જાતું.

Full Novel

1

વિશ્વ ની ન્યારા - 1

વિશ્વ ની ન્યારા પ્રસ્તાવના: પ્રિય વાચક મિત્રો,મારી ત્રીજી નોવેલ series “ વિશ્વ્ ની ન્યારા “ માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” માતૃભારતી પર આવી ચુક્યા છે. મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” અને “ સરહદ ને પેલે પાર ની દોસ્તી “ પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે.તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે. ©આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com અંક - ...Read More

2

વિશ્વ ની ન્યારા - 2

અંક - ૨ ચાર એક વાગ્યે એક પોલીસ વાન આવી અને એમણે કોલ કરતા એમ્બ્યુલન્સ આવી. વિશ્વ ન્યારા ને એમ્બ્યુલન્સ માં બેસાડવા માટે જ્યારે સ્ટ્રેચર પર મુકવામાં આવ્યા ત્યારે સહેજ આંખો ખોલી ને કણસતી હાલતમાં ન્યારા વિશ્વ, વિશ્વ બોલતી રહી. એનો અવાજ સાંભળીને ને બોલ્યો હોય એમ વિશ્વ ન્યારા હું અહીંયા છું, ન્યારા, મને માફ કર હું તને ના બચાવી શક્યો, આવું તૂટક તૂટક બોલ્યો અને એનો અવાજ બંધ થઈ ગયો. ન્યારા ક્યાંય સુધી વિશ્વ, વિશ્વ બોલતી રહી. પુરા ૨૪ કલાક પછી જયારે ન્યારા ને હોશ આવ્યો ત્યારે એની બાજુ ના બેડ પર એને વિશ્વ ને જોયો. એના મોઢા ...Read More

3

વિશ્વ ની ન્યારા - 3

અંક - ૩: વોર્ડ બોય વિશ્વ્ ને ભાન માં આવેલો જોઈને ફરીથી સગા ને રૂમ માં બોલાવે છે. પોતાના ને જોતા જ વિશ્વ બે હાથ જોડી ને માફી માંગતા કહે છે કે, " મમ્મી, મને માફ કરો, હું આપણી ન્યારા ને બચાવી ના શક્યો. ઘણી કોશિશ કરવા છતાં હું હારી ગયો. આના કરતા તો હું મરી ગયો હોત સારું થાત. આ સાંભળતા જ વિશ્વ ના મમ્મી,ઉર્મિલા બેન તરત આગળ આવ્યા અને બોલ્યા, આજે બોલ્યો હવે ફરી આવું ના બોલતો. તું બહાદુર ત્યારે કહેવાય જયારે ન્યારાનો સહારો બનીશ. એને પહેલા કરતા વધારે પ્રેમ કરીશ. વધારે માન આપીશ. તે તારા બનતા ...Read More

4

વિશ્વ ની ન્યારા - 4

અંક - ૪ આમ બંને એક બીજા ને એજ સ્થાન પર મૂકી ચુક્યા હતા, એટલો જ પ્રેમ કરી રહ્યા જે આ ઘટના પહેલા હતો પણ સામે વાળા પાસેથી એવી અપેક્ષા ન હતી. વિશ્વ્ ન્યારા માટે હમદર્દી અનુભવી રહ્યો હતો એને એટલો જ પ્રેમ કરી રહ્યો હતો જે પહેલા કરતો હતો . એના પ્રેમ માં આ ઘટના પછી લેશ માત્ર ફરક ન આવ્યો હતો પણ એ બાબતે અચોક્કસ હતો કે ન્યારા પણ એવું જ વિચારતી હશે. એવું વિચારતી હશે કે વિશ્વ્ એ બનતા પ્રયત્નો કર્યા હોવા છતાં એ ન્યારા ને ન બચાવી શક્યો. એને એટલોજ પ્રેમ કરતી હશે જેટલો પહેલા ...Read More

5

વિશ્વ ની ન્યારા - 5

બીજા દિવસથી જ, એમની સહેલી કુંતલ, જે એક પીઢ કાઉન્સેલર છે એમની પાસે એમણે ન્યારા ને લઇ જવા માંડી. એક દિવસ ના sessions પછી ન્યારા અગિયાર મી રાતે વચ્ચે ઉઠ્યા વગર નિરાંત થી સુઈ શકી. જે ઘટના બની ગઈ એને તો હવે નહિ બદલી શકાય પણ એને વિશ્વ સાથે રહેવાનું છે અને એ એનો વર્તમાન અને ભવિષ્ય છે. એને જેટલું દુઃખ પોતાના શીલ સાથે થયેલ અપમાન નું છે એટલું જ દુઃખ એ વાત નું છે કે એનું અને વિશ્વ્ નું જીવન આ ઘટના એ બદલી નાખ્યું. કેટલો પ્રેમ હતો બન્ને વચ્ચે અને હવે એક બીજા સાથે વાત કરવાનું પણ ...Read More

6

વિશ્વ ની ન્યારા - 6 - છેલ્લો ભાગ

અંક - ૬ : ઉર્મિલા બેન અને વર્ષા બેન એ નક્કી કર્યા પ્રમાણે પોતપોતાના બાળકો પાસે ગયા. ના રૂમ માં જઈ વર્ષા બેન બોલ્યા કે બેટા ન્યારા હું તને લઇ જવા આવી છું. જો ને તારી સાથે કેવું થઇ ગયું અને વિશ્વ કઈ ના કરી શક્યો. આવા પુરુષ જોડે કેવી રીતે રહી શકાય. પાછો જો ને તારી સાથે બોલતા પણ નથી. ચાલ આપણે અહીંયા નથી રહેવું. તો ન્યારા તરત બોલી ઉઠી કે મમ્મી આ તમે શું બોલ્યા. મેં જોયું છે કે વિશ્વ એ કેટલો પ્રયત્ન કર્યો હતો મને બચાવવાનો. પોતાની જાનની પરવા કર્યા વગર એ મને બચાવવાના પ્રયત્નો ...Read More