પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની

(34)
  • 6.7k
  • 2
  • 2.2k

આ એ સમયની વાત છે જ્યારે હું કૉલેજમાં ભણતો હતો. મારા કોલેજના લગભગ છ મહિના વીત્યા હશે. ત્યાં અચાનક જ મારા પપ્પાનું ટ્રાન્સફર થયું. આ સાથે મારી પણ કોલેજ બદલાય અને મારું પણ ટ્રાન્સફર થયું. ટ્રાન્સફર પછી નવી કોલેજ નો મારો પહેલો દિવસ હતો. હું ઘણુંજ નર્વસ હતો મારા મનમાં ઘણા સવાલો હતા. શું થશે ? મારા નવા મિત્રો કેવા હશે ? ત્યાં મારું રેગીંગ તો નહીં થાય ને ? મારા સિનિયર સ્વભાવના કેવા હશે આવા અનેક અજીબ એવમ વિચિત્ર વિચારો મગજમાં ફરતા હતા.

Full Novel

1

પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની - 1

સ્વીકાર્ય આ વાર્તા નો ભાવ કોઈ ધર્મ, જાતિ કે વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ માત્ર મારી કાલ્પનિક એક છે જે સત્ય ઘટના પર આધારિત નથી. ઋણ હું ખરેખર દિલથી જેનો આભાર માનું છું એવા મારા પરમ મિત્ર તથા સુખ દુ:ખ ના ભાગીદાર અને સગા ભાઈની જેમ પ્રેમ કરતા એવા મારા મિત્ર શ્રીમાન ભાવેશભાઈ રાઠોડ તથા હું જેઓનો સહૃદય આદર અને સન્માન કરું છું એવા મારા પરમસખી અને જેમને હું મોટા બહેન માનું છું એવા શ્રીમતી સાધના બહેન નો હૃદયપૂર્વક આભાર કે જેવો મને આ વાતો લખવા ...Read More

2

પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની - 2 - છેલ્લો ભાગ

છ મહિના સુધી મારા મિત્રો એ આ બધું નિહાળ્યુ. અંતે તેઓએ મારી હિંમત બાંધી. અને મને બને એટલું ઓછા પ્રપોઝ કરવા પ્રોત્સાહિત કર્યો. એક દિવસ હું લાઇબ્રેરીમાં જઈ ચડ્યો. કારણકે તેણી પોતાનો વધારા નો સમય લાઇબ્રેરીમાં બેસીને વાંચવામાં પસાર કરતી હતી. હું તેની સામેની ખુરશીમાં જઈને બેઠો. મેં વાંચવા માટે બુક્સ તો કાઢી પરંતુ મારું ધ્યાન કઇ વાંચવામાં લાગે થોડું. હું વારંવાર તેના તરફ જોયા કરું ...Read More