સાનિધ્ય -પ્રેમની રાજનીતિ

(5)
  • 7.2k
  • 1
  • 2.2k

સાનિધ્યના ઘરે આજે ફરી પાંચ વર્ષ પહેલા જેવોજ માહોલ છે.ઘરની બહાર જીગ્નેશભાઈની રાજકીય પાર્ટીના સમર્થકો અને અનેક નેતાઓ ઢોલ-નગારા ના અવાજ સાથે નાચી રહ્યા છે. ફટાકડાના અવાજથી પોરબંદર શહેરની ગલી ગલી ગુંજવી નાખી છે. પોરબંદર નગરપાલિકાના સામાન્ય હોદેદારથી પોતાના રાજકીય ભવિષ્યનો પાયો નાખનાર જીગ્નેશભાઈ પરમાર આજે લોકસભા સાંસદ બની ગયા હતા.પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને જીગ્નેશભાઈના નાના ભાઈ હસમુખ પણ ખુશીમાં સૌને મીઠાઈઓ વહેંચી રહ્યા હતા.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 1

•સાનિધ્ય -પ્રેમની રાજનીતિ• પ્રકરણ -૧સાનિધ્યના ઘરે આજે ફરી પાંચ વર્ષ પહેલા જેવોજ માહોલ છે.ઘરની બહાર જીગ્નેશભાઈની રાજકીય પાર્ટીના સમર્થકો અને અનેક નેતાઓ ઢોલ-નગારા ના અવાજ સાથે નાચી રહ્યા છે. ફટાકડાના અવાજથી પોરબંદર શહેરની ગલી ગલી ગુંજવી નાખી છે. પોરબંદર નગરપાલિકાના સામાન્ય હોદેદારથી પોતાના રાજકીય ભવિષ્યનો પાયો નાખનાર જીગ્નેશભાઈ પરમાર આજે લોકસભા સાંસદ બની ગયા હતા.પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને જીગ્નેશભાઈના નાના ભાઈ હસમુખ પણ ખુશીમાં સૌને મીઠાઈઓ વહેંચી રહ્યા હતા.સુવિધા સંપન્ન જીવન જીવનાર પરમાર પરિવારમાં વૈશાલીબેન અને તેમના દેરાણી રીમાબેન ...Read More

2

સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 2

સાનિધ્ય :પ્રેમની રાજનીતિ ભાગ :૨સાનિધ્ય,"હા તો લાકડા કંઈ મેં થોડા ભીંજાવ્યા છે. તારા ઊંટ ને લીધે મારો આખો દિવસ બગડશે. એકતો આ રસ્તેથી ગાડી કાઢવી જ કેવી મુશ્કેલ છે ને ઉપરથી મને ભૂખ લાગી છે."નાનો ભૂલકો પ્રેમ થી બોલે છે,"હા તો સાહેબ તમે મારાં ઘરે ચાલો માઁ તમને પણ ખાવાનું દેશે. પછી આવીને ગાડી કાઢી લેજોને."હાથની આંગળીનો ઈશારો કરતા સાનિધ્ય બોલ્યો,"તને ખબર છે હું કોણ છે?જીગ્નેશભાઈ પરમાર મારાં પપ્પા છે.તમે તો અભણ માણસો તારી ઝૂંપડીમાં ...Read More

3

સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 3

સાનિધ્ય :પ્રેમની રાજનીતિ ભાગ -૩એક અઠવાડિયાથી સાનિધ્ય નિહારિકાને ગમતી દરેક બાબતનો ખોટો દેખાવો કરતો હતો.આમ તો તેના માટે સત્તા એટલે પૈસા બનાવવાનું મશીન અને પ્રજા એટલે એવી બુદ્ધિ જેને સપના દેખાડો તો તમારા કહ્યામાં રહે. પણ નિહારિકા નું પરિવાર તેની સોચથી તદ્દન વિરોધી હતુ.નિહારિકાના પિતા નટુભાઈ શાહ એક સામાન્ય કંપનીમાં ક્લાર્ક અને માતા વનીતાબેન ગૃહિણી હતા. વનીતાબેન સીવણકામ કરીને અને નિહારિકા બાળકોને ટ્યુશન કરાવી આર્થિક રીતે ટેકો આપી રહ્યા હતા. નિહારિકા કોલેજના છેલ્લા વર્ષમાં આર્ટસ-મનોવિજ્ઞાન ...Read More