કોફી ટેબલ

(23)
  • 12k
  • 7
  • 4.4k

"સર...ક્યારનો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા કરે છે... મેં એમને કહ્યું કે સાહેબ એમની મહત્વની મીટિંગમાં છે... તો કહે એકવાર કહી તો જુઓ કે અવનીનો ફોન આવ્યો છે. " મારી સેક્રેટરીને આમ અચાનક આવતા જોઈ મીટિંગ ના બધા એની સામે જોઈ રહ્યા . એક વાર માટે મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું... અવની...જેને મારા પ્રેમની જરા પણ કદર નહોતી...જે મારા માટે દુનિયા હતી...પણ એની દુનિયા મા હું લેશમાત્ર પણ હાજર નહોતો...એને શું જરૂર પડી મારી...??? "ફરી ફોન આવે તો કહી દેજે...સર ને ટાઈમ મળશે એટલે કોલ કરશે..." "પણ..સર એકવાર...." "તને કીધું ને ....ખબર નથી પડતી " ગુસ્સા થી મારા થી ગ્લાસ ફેંકાઈ ગયો. "સોરી...સર " સેક્રેટરી મોઢું નીચું કરીને થર્થતા હોઠે બોલી. ને ત્યાંથી જતી રહી મારા ગુસ્સા નું કારણ...ના મને ખબર હતી ના મારા કર્મચારીઓ ને...

Full Novel

1

કોફી ટેબલ - 1

અવની...જેને મારા પ્રેમની જરા પણ કદર નહોતી...જે મારા માટે દુનિયા હતી...પણ એની દુનિયા મા હું લેશમાત્ર પણ હાજર નહોતો...એને જરૂર પડી મારી...??? "પણ..સર એકવાર...." "સોરી...સર " સેક્રેટરી મોઢું નીચું કરીને થર્થતા હોઠે બોલી. ને ત્યાંથી જતી રહી *** "હવે રેહવાદેને તારા થી તારા ખર્ચા નથી પોસાય તેમ નથી અને તું મારા ખર્ચાની વાતો કરે છે...." " જો માનવ... તારા પ્રેમ માટે હું મારા સપનાની કુરબાની નહીં આપું.... તારો પ્રેમ મને લક્ઝરીયસ કાર મા ફેરવી નહીં શકે.... આઇફોન નહીં અપાવી શકે...અમેરિકા નહીં લઇ જઇ શકે..." એ દિવસ થી એને પાછું વળીને જોયું નથી. આટલી મોટી કંપની એને પોતાના દમ પર ...Read More

2

કોફી ટેબલ - 2

હું, અવની ને પ્રિયા અમારી ત્રણેયની ત્રિપુટી કોલેજની શાન હતી... અવની ને પ્રિયા તો સ્કૂલ ટાઈમ થી જ બેસ્ટ હતા...દુઃખ તો એ વાત નું થાય છે કે પ્રિયા ને અવની ના ભૂતકાળ વિશે જાણ હોવા છતાં એને મને કઈ કેમ નહીં કહ્યું હોય કે અવનીએ જ કેહવાની ના પાડી હશે??અવનીની સાથેની ફ્રેન્ડશીપ પ્રિયા એ જ કરાવી હતી...હું એ બંનેનો સીનિયર હતો...પ્રિયા હમેશાં મારી પાસેથી સ્ટડી મટીરીયલ લઈ જતી... ભણવામાં હોશિયાર પ્રિયા લાગતું તો હતું જ કે ભવિષ્યમાં મોટી વકીલ તો બનશે. એક જ શહેર મા હોવા છતાં અમે વર્ષો થી નહોતાં મળ્યા... આમ જોવા જઈએ તો મેં જ કોઈ ...Read More

3

કોફી ટેબલ - 3

"તારા કોઈ સવાલનો જવાબ હું આપી શકું એમ નથી...માનવ..." પ્રિયા લાગણીશીલ થઇ ને બોલી ઊઠી. **** (પ્રિયાની નજરે) " પ્રિયા રડવાના દિવસો તો કરીમના છે...હવે આગળ શું પ્રોસેસ છે... એ જણાવ" માનવ એ પ્રિયા ને સાંતવના આપતા કહ્યું. " સારું ...એમાં હવે મારી મદદ કેવી રીતે જોશે?" " તું જરાય ચિંતા નહીં કર ..પ્રિયા કરીમ લાલો હવે નહીં બચી શકે..." માનવ એકદમ ગુસ્સા મા બોલી રહ્યો હતો. " હેલો... અવની..પ્રિયા બોલું છું??" " હા માનવ મળ્યો મને... અમે તારા ગુનેગાર ને સજા અપાવવા જઈ રહ્યા છે...તારે જરૂર પડે ત્યારે કોર્ટે હાજર થવું પડશે... " " બસ અવની.... એમ નહીં ...Read More

4

કોફી ટેબલ - 4

"માનવ એક વાત કેવી છે...?" પ્રિયા હજુ પણ થોડી ડરેલi અવાજે બોલી રહી હતી. ત્યાં જ માનવ ના ઘર લેન્ડ લાઇન પર રીંગ વાગી... " હેલો... માનવ ઈમાનદાર... ?" સામેથી કોઈ અજાણ્યા અવાજ સંભળાયો. " એ તો તમને જલ્દી જ ખબર પડી જશે.... પણ જેનાં માટે તને ફોન કર્યો છે એ કવ... તારી મિત્ર પ્રિયા અને તું બને સમજી જાઓ અને કેસ પાછો લઈ લે...નહીંતર જિંદગી થી હાથ ધોવા પડશે... વર્ષો પહેલાં પણ એના બાપે આજ ભૂલ કરી હતી..." " સુલતાન... નામ તો સાંભળ્યું હશે ને.... જે બોલું છું એ કરું પણ છું... અને જ્યાં મારા દીકરા ની વાત ...Read More

5

કોફી ટેબલ - 5 - છેલ્લો ભાગ

" ક્યાં છે?? પ્રિયા....ડોક્ટર એ ઠીક તો છે ને...?" માનવે હોશ મા આવતા ની સાથે જ ડોક્ટર ને લાગ્યો. માનવ ના વોર્ડ ની બહાર જ ઇન્સ્પેક્ટર ઉભા રહ્યા હતા...માનવ ને હોશ આવતા જ એનું સ્ટેટમેંટ લેવા માંગતા હતા...માનવ એ સવાર મા સુલતાન સાથે થયેલી ફોન ની વાતચીત અને ધમકી આપી હતી એ પણ ઇન્સ્પેક્ટર ને કહી દીધું...માનવ વ્હીલ ચેર મા બેસી પ્રિયા ને જે આઇસીયૂ મા રાખી હતી ત્યાં ગયો... એને પોતાની જાત પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો...એ ક્યાંક ને ક્યાંક પ્રિયાની આ હાલત માટે પોતાને જવાબદાર માનતો હતો...પ્રિયા ના મગજ પર ખૂબ ગંભીર ઇજા થઈ હતી... દિલ્હી ...Read More