" એ એડે , કાઈ રે દિસાત નાહી કા તુલા, કસા ચાલ્તોયસ તે, ઇડિયટ " અંદાજિત બાવીસેક વર્ષ ની એક યુવતી એની સાથે ટકરાયેલા વ્યક્તિ પર ગુસ્સે થઇ રહી હતી. જમીન પર પડી ગયેલ એનો સામાન લેતા લેતા એ મરાઠીમાં પેલી વ્યક્તિ ને સંભળાવી રહી હતી, પણ એ જેને કહી રહી હતી એ વ્યક્તિ તો એની ધૂન માં ક્યારનો ત્યાંથી આગળ નીકળી ગયો હતો. સામાન લઈને ઉભી થયેલી એ છોકરી પેલા વ્યક્તિને ના જોતા મોં મચકોડતી પોતાનો સામાન લઇ ગુસ્સામાં બડબડ કરતી ત્યાંથી ચાલી ગઈ. પેલો વ્યક્તિ પોતાના બંને હાથ એના જિન્સનાં પૉકેટ માં નાખી પોતાની ધૂન માં જ જઈ રહ્યો હતો. કદાચ 24 -25 આસપાસ ની ઉંમર હશે. 5'10", ગ્રે ટી-શર્ટ , ડાર્ક બ્લૂ શેડ નું જિન્સ અને ટી-શર્ટ પર પહેરેલ બ્રાઉન કલર નું ચેકસ વાળું ખુલ્લું શર્ટ અને એક હાથ માં ટાઈટન ની ઘડિયાળ. શ્યામ વર્ણી પણ નમણાશ એટલી કે જોતા જ આંખોમાં વસી જાય. એની ખડતલ કાયા પરથી ફિટનેસ ફ્રીક હતો એ સાફ વર્તાઈ રહ્યું હતું. થોડું ચાલીને બસ સ્ટેશન પરનાં એક બાંકડા પર એ બેસી ગયો. એની આસપાસ થઇ રહેલ હલચલ થી જાણે એનાં પર કંઈ જ અસર નહોતી થઇ રહી. એની કથ્થાઈ આંખો બસ એની સામે ની બાજુ એકદમ સીધી જ દિશામાં એકીટસે જોઈ રહી હતી. એના મગજ માં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ચેહરા પર કોઈ પણ પ્રકાર નાં હાવભાવ નો અભાવ હતો. તોફાન પેહલાં ની શાંતિ હતી આ. એનાં મગજ માં ચાલતા તોફાન થી કેટલી જિંદગીઓ ઉથલ-પાથલ થવાની હતી એની જાણ તો આવનારા સમય ને જ હતી.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

આહેલી - 1

સસ્પેન્સ, થ્રિલ, રોમાંચ, રહસ્યથી ભરપૂર ગુજરાતી નવલકથા ...Read More

2

આહેલી - 2

પ્રકરણ - 2 આગળનાં ભાગ માં આપણે જોયું કે નાનકડા તાલુકા મુંદ્રા માં બે સ્થાનિક છોકરાઓ શકીલ અને આરીફને એક યુવતીની લાશ મળી આવે છે. બીજી બાજુ અમદાવાદનાં નરોડા ખાતે ઈન્સ્પેક્ટર અભિનવ અને સબ - ઇન્સ્પેક્ટર રાજીવ વિકાસ નામક એક કૉલેજ સ્ટુડન્ટનાં કેસ ની તપાસ કરી રહ્યા છે.હવે આગળ.......... વિકાસ કોણ છે અને એનો કેસ શું છે એ જાણવાઆપણે એક દિવસ પહેલાનો ઘટનાક્રમ જોઈએ. વિકાસ ઠક્કર - અમદાવાદનાં નરોડામાં રહેતો, બી. કોમનાં છેલ્લાવર્ષમાં અભ્યાસ કરતો મધ્યમ વર્ગ નો ...Read More

3

આહેલી - 3

પ્રકરણ - 3 આગળનાં આપણે જોયું કે વિકાસ ઠક્કર નામનો કૉલેજ યુવાન 2 દિવસ થી ગુમ થયેલો છે, જેના કેસ ની તપાસ નરોડા પોલીસ કરી રહી છે. અને આ જ સમયગાળામાં કચ્છનાં નાનકડા તાલુકા મુંદ્રામાં એક શાળા પાસે શકીલની લાશ મળે છે. આગળનાં ભાગમાં આપણે જોયેલું કે સ્કૂલ શિક્ષક બ્રિજેનનાં જણાવ્યા અનુસાર રાણા શકીલનું સરનામું સ્કૂલનાં કમ્પ્યુટરમાંથી મેળવી લે છે. એટલામાં જ તપાસ કરી રહેલ એક કોન્સ્ટેબલ આવીને રાણાને જણાવે છે " ...Read More

4

આહેલી - 4

પ્રકરણ - 4 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે મુન્દ્રા ગામ માં ઈન્સ્પેક્ટર રાણાને શકીલ અને એક યુવતીની અલગ અલગ જગ્યાએથી લાશ મળે છે. અને બીજી તરફ અમદાવાદ પોલિસ વિકાસને શોધવાની કોશિશ કરી રહી છે. આ બધી ઘટનાઓ સાથે મુંબઈમાં રહેલ રહસ્યમય યુવાનને શું કોઈ સંબંધ છે?જવાબ માટે ચાલો જોઈએ આગળ... મુન્દ્રા પોતાની કેબિનેટમાં ...Read More

5

આહેલી - 5

પ્રકરણ - 5 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે શકીલ અને અજાણી યુવતી ની લાશ મળેલા એક સરખા એન્વેલોપ અને "નિર્મળ" અને "શુચિ" આ બંને નામ એ ઇન્સ્પેક્ટર રાણા નાં મગજ ને હલાવી દીધું હતું. બીજી તરફ અભિનવ ને યશવંત શાહ પાસે થી જાણવા મળે છે કે વિકાસ એ એમની પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. આ બધાથી દૂર મુંબઈ માં રહેલ રહસ્યમયી યુવાન બંને મોત થી ખુશ થઈ રહ્યો હતો. હવે આગળ, ...Read More