એક હરિયાળો પ્રવાસ

(27)
  • 11.5k
  • 3
  • 4.3k

થોડા સમય પહેલા મે એક એવી સફર કરીકે જેના વિષે જે સંભાળ્યું હતું , લોકો ના જે ફોટા જોયા હતા, જે ગૂગલે બતાવ્યુ હતું તેમાં અને મે જે અનુભવ્યું એ કઈક અદ્ભુત જ હતું . આમ તો મે સ્કૂલ ના બે-ચાર પ્રવાસ છોડીને હંમેશા પરિવાર સાથે જ જે થોડીક યાત્રા કરી છે એ કરી છે બાકી કાંઇ ખાસ પ્રવાસ મે કર્યા નથી પરંતુ આ મારો પહેલો પરિવાર વિના એકલા પ્રવાસ હતો આમ તો એવું ના જ કહેવાય કારણ કે મારી બહેન તો મારી સાથે જ હતી છતાં પણ અમુક અંશે આ મારો સ્વતંત્ર પ્રવાસ હતો. પ્રવાસ નું સ્થાન હતું ગુજરાત નું સૌથી લોકપ્રિય હવાખાવાનું સ્થળ જેને આપડે અંગ્રેજી માં હિલસ્ટેશન કહીયે છીયે એવું સાપુતારા.

New Episodes : : Every Wednesday

1

એક હરિયાળો પ્રવાસ - 1

થોડા સમય પહેલા મે એક એવી સફર કરીકે જેના વિષે જે સંભાળ્યું હતું , લોકો ના જે ફોટા જોયા જે ગૂગલે બતાવ્યુ હતું તેમાં અને મે જે અનુભવ્યું એ કઈક અદ્ભુત જ હતું . આમ તો મે સ્કૂલ ના બે-ચાર પ્રવાસ છોડીને હંમેશા પરિવાર સાથે જ જે થોડીક યાત્રા કરી છે એ કરી છે બાકી કાંઇ ખાસ પ્રવાસ મે કર્યા નથી પરંતુ આ મારો પહેલો પરિવાર વિના એકલા પ્રવાસ હતો આમ તો એવું ના જ કહેવાય કારણ કે મારી બહેન તો મારી સાથે જ હતી છતાં પણ અમુક અંશે આ મારો સ્વતંત્ર પ્રવાસ હતો. પ્રવાસ નું સ્થાન હતું ...Read More

2

એક હરિયાળો પ્રવાસ - 2

આ નજારો માણીને જ્યારે વળતાં થાઓ ત્યારે ત્યાંના સ્થાનિક ડાંગી લોકો ડાંગની પ્રખ્યાત એવી બામ્બૂમાંથી બનાવેલી વિવિધ વસ્તુ વેચતા મળે નીત-નવા રમકડાં, તીર-કામઠાં અને સુશોભનની વસ્તુઓ પણ જોવા મળે. આ બધું નિહાળી ને અમે બપોરે ગીરા ધોધ થી સાપુતારા અમારી કેમ્પ્સાઇટ પર પહોંચ્યા. કેમ્પ્સાઇટ પર પોતાને મળેલા ટેન્ટ(તંબુ) માં પોતાનો સામાન ગોઠવીને નાહી-ધોઈને બધાએ પહેલું ભોજન લીધું. બધાનું જમવાનું પત્યું ત્યાં તો અમારા ઇન્સ્ટ્રક્ટર નું એલાન આવી ગયું કે ચાર વાગ્યે સન સેટ પોઈન્ટના ટ્રેક પર જવાનું છે એટલે થોડીકવાર આરામ કરીને સૂચના મુજબ બધા ટ્રેકિંગ માટે સજ્જ થઈને ચારનાં ટકોરે કહયા પ્રમાણે ગ્રુપમાં લાઇનમાં ગોઠવાઈ ...Read More

3

એક હરિયાળો પ્રવાસ - 3

જમ્યા પછી અમને રાતસુધી સાપુતારા સાઇટસીન નો સમય આપ્યો હતો જેને જવું હોય તે જાય બાકી આરામ કરે પણ તો યેહ જવાની હૈ દીવાની ની અદિતિની જેમ નક્કી કરીને ગયેલા કે સાપુતારા કા ચપ્પા ચ્પ્પા છાન મારેંગે એટલે વહેલા માં વહેલી તકે કેમ્પસાઇટ પરથી સાત-આઠ જણા ભેગા નીકળી પડ્યા નીકળતા પહેલા એકવાર ઇન્સ્ટ્રક્ટર ને પૂછી લીધું હતું કે કયા રસ્તેથી ક્યાં જવાય છે અને કઈ કઈ જગ્યા જોવા જેવી છે કારણ કે સાપુતારામાં મોબાઈલ નેટવર્ક તો છે જ નહીં એટલે ગૂગલબાબા ત્યાં મદદરૂપ નહોતા થવાના જો ભૂલા પડ્યા તો હરી હરી... અમે સાપુતારા દર્શનની શરૂઆત ...Read More