ગરિમા.

(108)
  • 9.1k
  • 8
  • 3.3k

“ગરિમા” ચેતન અને પપ્પુ બંને ગેરેજ ઉપર આવી ગયા હતા, હું પણ મારા નિત્યક્રમ મુજબ પહોંચી ગયો. ચેતન બાઈકનું કર્બોરેટર સાફ કરી રહ્યો, અને પપ્પુ ટેબલ ઉપર પડેલા અસ્તવ્યસ્ત સાધનો પેટીમાં ગોઠવી રહ્યો. હું ગેરેજની અંદર પાર્ટીસનથી બનાવેલી નાની કેબીનમાં ગયો. જીન્સ ટીશર્ટ કેબીનની અંદર લાગેલી ખીંટીએ લટકાવી મારા કામ-કાજના કપડામાં આવી ગયો. “ચેતન, કેવું કામકાજ છે આજે?” “એક બાઈક સર્વિસ કર્યું , કર્બોરેટર સાફ થઇ જાય એટલે પૂરું.” “તો આજનો શું પ્રોગ્રામ છે? પપ્પુ.” મેં કામમાં વ્યસ્ત પપ્પુને પૂછ્યું. “નવુ મુવી લાગ્યું છે. “તમે કેવા?”એ જોતા આવીએ.” “હા એ પણ સાચું, કશું કામ ન હોય એટલે મોજમજા કરવાની.”

Full Novel

1

ગરિમા ભાગ ૧.

“ગરિમા” ચેતન અને પપ્પુ બંને ગેરેજ ઉપર આવી ગયા હતા, હું પણ મારા નિત્યક્રમ મુજબ પહોંચી ગયો. બાઈકનું કર્બોરેટર સાફ કરી રહ્યો, અને પપ્પુ ટેબલ ઉપર પડેલા અસ્તવ્યસ્ત સાધનો પેટીમાં ગોઠવી રહ્યો. હું ગેરેજની અંદર પાર્ટીસનથી બનાવેલી નાની કેબીનમાં ગયો. જીન્સ ટીશર્ટ કેબીનની અંદર લાગેલી ખીંટીએ લટકાવી મારા કામ-કાજના કપડામાં આવી ગયો. “ચેતન, કેવું કામકાજ છે આજે?” “એક બાઈક સર્વિસ કર્યું , કર્બોરેટર સાફ થઇ જાય એટલે પૂરું.” “તો આજનો શું પ્રોગ્રામ છે? પપ્પુ.” મેં કામમાં વ્યસ્ત પપ્પુને પૂછ્યું. “નવુ મુવી લાગ્યું છે. “તમે કેવા?”એ જોતા આવીએ.” “હા એ પણ સાચું, કશું કામ ન હોય એટલે મોજમજા કરવાની.” ...Read More

2

ગરિમા ભાગ ૨.

ગરિમા ભાગ ૨ ગરિમા એના માબાપની એકની એક દીકરી હતી. અમારું ડેટિંગ સેટિંગ એક વર્ષ ચાલ્યું. એક પછી એનું બી.એડ પૂરું થયું એટલે એના સમાજમાંથી એના માંગા આવવા લાગ્યા. એનું ટ્યુશન બંધ થયું. એ દરમિયાન ગરિમા પણ મારી સાથે લગ્ન કરવા ઉતાવળ કરવા લાગી, પણ સાહેબ મારી નાની બેહેનનું પણ મારે જોવાનુંને? એ પણ મારી જવાબદારી હતી. અને એ જવાબદારીને મારે પ્રાથમિકતા આપવી મારી નૈતિક ફરજ હતી. બસ એ વાતને લઈને અમારે વાંકું પડી ગયું હતું.” “જયેશભાઈ એ દિવસે તમે જે શાયરી બોલ્યા હતા એ તો અરવિંદભાઈને સંભળાવો! એ પણ વાર્તામાં ઉમેરી દેશે.” વચ્ચે પપ્પુ બોલ્યા વગરનો રહી ...Read More

3

ગરિમા ભાગ ૩ (અંતિમ પ્રકરણ).

ગરિમા-ભાગ-૩ (અંતિમ પ્રકરણ) “ના સાહેબ એવું નથી હોતું, કોઈ પણ વાર્તાનો અંત એજ વાર્તાની સાચી શરૂઆત હોય છે. મન વાર્તા પૂરી થઇ ગઈ હોય, એ સમાપ્ત નું લેબલ વાંચીને વાચકને એમ થતું હોય કે વાર્તા પૂરી, પણ તમારા જીવનની શરૂઆત તો એ વાર્તાના અંત પછીજ થઇ ને?” “હા સાચી વાત સાહેબ,પણ મને મિનાક્ષીની હમેશા ચિંતા થતી હોય છે. તો પણ હું નસીબદાર છું કે મને ગરીમા જેવી સુંદર અને સુશીલ પત્ની મળી.” “હા સાહેબ સાચી વાત, હું પણ નસીબદાર છું કે મને તમારી વાર્તા લખવાનો મોકો મળ્યો.” “સાહેબ નસીબદાર તો હું છું કે તમે છેટ અંજારથી અહિં ધક્કો ખાધો ...Read More