યારી@વિદ્યાનગર.કોમ

(81)
  • 19.3k
  • 5
  • 8.7k

વલ્લભ વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર. ગુજરાતમાં જો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સૌથી વધુ સારું નગર હોય તો એ વલ્લભ વિદ્યાનગર જ. ભાઈકાકા એ વસાવેલું એ નગર. ગામમાં પ્રવેશ કરીએ એટલે ભાઈકાકાની મોટી મૂર્તિ જોવા મળે ને એની ફરતે એક સર્કલ. એટલે એ ભાઈકાકા સર્કલ તરીકે ઓળખાય. આમ જોઈએ તો ચરોતરના પટેલોનું એ ગામ. પૈસા ખૂબ ત્યાંના પટેલો પાસે. અને એ સિવાયની વસ્તી સાવ પછાત. એકબાજુ અમીરી અને બીજી બાજુ ગરીબી પણ એટલી જ. આજે પણ હજુ ત્યાં કોલસા થી ચાલતી ઈસ્ત્રી જોવા મળે. ઈ.સ. 2007 ની સાલની આ વાત છે. આ ગામમાં તમને સૌથી વધુ જો કોઈ દુકાનો જોવા મળે તો એ ઝેરોક્ષની અને સ્ટેશનરીની. ને બાકી તમને ખાણી પીણીની દુકાનો જોવા મળે. ઘર તો બધાં પીજીમાં જ પરિવર્તિત થયેલા. અને એ સિવાય તમને સાવ સસ્તીથી લઈને ફાઈવ સ્ટાર હોટલ સુધીની કેટેગરીની હોસ્ટેલ જોવા મળે.

Full Novel

1

યારી@વિદ્યાનગર.કોમ - 1

યારી@વિદ્યાનગર.કોમ પ્રકરણ-૧ વલ્લભ વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર. ગુજરાતમાં જો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સૌથી વધુ સારું નગર તો એ વલ્લભ વિદ્યાનગર જ. ભાઈકાકા એ વસાવેલું એ નગર. ગામમાં પ્રવેશ કરીએ એટલે ભાઈકાકાની મોટી મૂર્તિ જોવા મળે ને એની ફરતે એક સર્કલ. એટલે એ ભાઈકાકા સર્કલ તરીકે ઓળખાય. આમ જોઈએ તો ચરોતરના પટેલોનું એ ગામ. પૈસા ખૂબ ત્યાંના પટેલો પાસે. અને એ સિવાયની વસ્તી સાવ પછાત. એકબાજુ અમીરી અને બીજી બાજુ ગરીબી પણ એટલી જ. આજે પણ હજુ ત્યાં કોલસા થી ચાલતી ઈસ્ત્રી જોવા મળે. ઈ.સ. 2007 ની સાલની આ વાત છે. આ ગામમાં તમને સૌથી વધુ જો ...Read More

2

યારી@વિદ્યાનગર.કોમ - 2

પ્રકરણ-૨ વડતાલ રોડ પર આવેલ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કે જે, હજુ નવો નવો જ બન્યો હતો. જૂનો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીની નજીકમાં હતો પરંતુ હવે વડતાલ રોડ પર આ ડિપાર્ટમેન્ટ નવો જ બન્યો હતો. અને જૂના ડિપાર્ટમેન્ટ કરતાં થોડો મોટો પણ હતો. ડિપાર્ટમેન્ટના બિલ્ડીંગની આજુબાજુ ખૂબ જ વિશાળ જગ્યા હતી અને એને સુંદર મજાના ગાર્ડનના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. મોનલ, શાહીન અને પ્રિયા ત્રણેય જણ રીક્ષા કરીને આ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યા હતા. બહુ જ સુંદર જગ્યા હતી એ. વચ્ચે ડિપાર્ટમેન્ટનું મોટું બિલ્ડિંગ અને આજુબાજુ ખૂબ મોટું ગાર્ડન. અને આ ગાર્ડન ખૂબ જ લીલુંછમ. લાગે જાણે લીલા રંગની જાજમ બિછાવી હોય ...Read More

3

યારી@વિદ્યાનગર.કોમ - 3

પ્રકરણ-૩ બધાં હવે પ્રેક્ટિકલ કરવાની તૈયારીમાં લાગી ગયા. પણ અત્યારે આપણે એ વાત નથી કરવી. અત્યારે આપણે વાત કરવી સમીરની. સમીરની દ્રષ્ટિ જ્યારથી મિલી પર પડી એની નજર મિલી સામે જ તકાયેલી હતી. એને લાગી રહ્યું હતું કે, જાણે ફરી માહી જ મિલીના રૂપમાં એની સાથે આવી હતી. એની નજર મિલીના ચેહરા પરથી હટી જ નહોતી રહી. એ સતત મિલીની સામે જ જોઈ રહ્યો હતો. અને આ વાત પર લવ અને મનીષ બંનેનું ધ્યાન ગયા વિના રહ્યું નહીં. લવ અને મનીષ બંનેએ એકબીજા તરફ જોયું અને જાણે બંને એકબીજાને કહી રહ્યા હતા, "ના. આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય ...Read More

4

યારી@વિદ્યાનગર.કોમ - 4

પ્રકરણ-૪ બધાં લેક્ચરમાં ધ્યાન આપી રહ્યાં હતાં. સર ખૂબ જ સરસ ભણાવી રહ્યાં હતાં અને સૌને મજા પણ આવી હતી. અને ભણવામાં રસ પણ પડી રહ્યો હતો. એ ટુ ઝેડ સર ટોક્સિકોલોજીનો વિષય ભણાવી રહ્યાં હતાં. ધીમે ધીમે બધાં આ નવા વાતાવરણમાં સેટ થતાં જતા હતાં. પહેલો દિવસ તો આમ જ પૂરો થઈ ગયો. બીજા દિવસે નવા આવેલા વિદ્યાર્થીઓની એમના સિનિયરોએ વેલકમ પાર્ટી રાખેલી હતી. અને એ વેલકમ પાર્ટીમાં એમનું રેગિંગ પણ લેવામાં આવ્યું. પણ સિનિયરોએ કોઈને ખરાબ લાગે એવું રેગિંગ ન લીધું પણ દરેકને પોતાના શોખ વિશે પૂછ્યું અને એ પ્રમાણે એ લોકોની પ્રતિભા ખીલે એવા ઈરાદાથી એમનું ...Read More

5

યારી@વિદ્યાનગર.કોમ - 5

પ્રકરણ-૫ બીજા સેમેસ્ટરમાં પ્રવેશ કરતાં જ બધાં ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા હતાં. એમાંય સમીર તો આજે મિલી એને અને એ મિલીનું મોઢું જોઈ શકશે એ વિચારી વિચારીને ખૂબ જ પુલકિત થઈ ઉઠ્યો હતો. થશે આજે તારું ને મારું મિલન અનોખું! બંધન આપણું કેવું બનશે જન્મોજન્મનું! તારી યાદમાં વિતાવી રહ્યો'તો હું પળપળ, તને મળવાને હવે તો હું પળપળને જોખું! અને મિલીએ પણ એ વાતની નોંધ લીધી કે, સમીર આજે એને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો છે. અને એને મળવાની ખુશી તો સમીરના ચેહરા પર મહેકી ઉઠી હતી. બીજા સેમેસ્ટરનો પહેલો દિવસ ડિપાર્ટમેન્ટમાં સારી રીતે પસાર થઈ ગયો. બધાં ...Read More

6

યારી@વિદ્યાનગર.કોમ - 6

પ્રકરણ-૬ મનીષ અને લવ બંને જણાં સમીરને લઈને ચિંતામાં હતાં અને એટલે જ આજે એમણે ભાવિને પણ બોલાવી હતી. મનીષ અને લવ બંનેને પસંદ કરતી હતી પણ લવ તરફ ભાવિનો ઝુકાવ થોડો વધુ હતો. ભાવિ મનોમન લવને પસંદ કરતી હતી પણ એ જાણતી હતી કે, લવની પસંદ તો એની ખાસ મિત્ર વીરા છે. ભાવિ અને વીરા બંને સ્કૂલમાં સાથે ભણતાં હતાં અને બંને બાળપણની ખાસ સખીઓ હતી. ભાવિએ જ લવનો પરિચય વીરા સાથે કરાવ્યો હતો અને પછી ધીમે ધીમે સમય જતાં જ્યારે લવએ વીરાને પ્રપોઝ કર્યું ત્યારે વીરાએ એને હા પાડી દીધી. અને આ વાત જ્યારે વીરા અને લવ ...Read More

7

યારી@વિદ્યાનગર.કોમ - 7

પ્રકરણ-૭ બીજું સેમેસ્ટર શરૂ થયાને લગભગ છ મહિના જેટલો સમય વીતી ગયો હતો. એવામાં એક દિવસ એ ટુ ઝેડ લેક્ચર હતું એટલે તેઓ લેક્ચર લેવા માટે કલાસરૂમમાં આવ્યા. તેઓ બધાં વિદ્યાર્થીઓને એનિમલ બિહેવીયર વિશે ભણાવી રહ્યા હતા. એનિમલ બિહેવીયર એ પ્રાણીવર્તણૂકનો એક અભ્યાસ હોય છે કે, જેમાં પ્રાણીઓના વર્તન, એમની રીતભાત, પ્રાણીઓના સ્વભાવ વગેરે વિશે વિસ્તારથી સમજાવવામાં આવે છે. આજે જ્યારે એ ટુ ઝેડ સર કલાસરૂમમાં આવ્યાં ત્યારે એકદમ અચાનક જ એમણે બધા વિદ્યાર્થીઓને કહ્યું, "My dear Students. Now you all have to go to the college campus and observe the behaviour of all the animals that you found ...Read More

8

યારી@વિદ્યાનગર.કોમ - 8

પ્રકરણ-૮ બીજું સેમેસ્ટર પતી ગયું અને હવે ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ કર્યા પછી અને સિનિયર બની ગયા પછી બધાં જ ખૂબ જ આનંદિત હતા. પરંતુ હજુ ત્રીજું સેમેસ્ટર શરું થયું એને માત્ર ચાર દિવસ જ વીત્યા હતા. પરંતુ હજુ સુધી મિલી કોલેજે આવી ન હતી. સમીરની નજર ચાર દિવસથી મિલીને જ શોધી રહી હતી. આજે પાંચમો દિવસ હતો. સમીરથી મિલીનો આ વિરહ બિલકુલ સહન થઈ રહ્યો ન હતો. એનું ધ્યાન ભણવામાં પણ લાગી રહ્યું ન હતું. એની નજરો સમક્ષ વારંવાર મિલીનો ચેહરો જ તરવરી ઉઠતો. સમીરની આવી હાલત જોઈને મનીષ, લવ અને ભાવિ પણ હવે તો ખરેખર ચિંતામાં મુકાઈ ગયા ...Read More

9

યારી@વિદ્યાનગર.કોમ - 9

પ્રકરણ-૯ જોતજોતામાં ત્રીજું સેમેસ્ટર પણ પૂર્ણ થઈ ગયું અને હવે આવ્યું ચોથું સેમેસ્ટર. ચોથું સેમેસ્ટર આવતાં જ બધાંના માથેથી ભાર હળવો થઈ ગયો હતો કે, હવે પરીક્ષા નથી આપવાની. પરીક્ષા ન આપવાની હોય એટલે દરેક વિદ્યાર્થીઓને ખુશી તો થવાની જ છે. એવો ક્યો વિદ્યાર્થી હશે કે જેને પરીક્ષા આપવી પસંદ હોય! વિદ્યાનગરના આ યારો પણ કંઈ એમાંથી બાકાત નહોતા. એ બધાંના ચહેરા પર પણ પરીક્ષા નથી આપવાની એ વિચાર માત્રથી જ એક અનોખી ખુશી છલકી રહી હતી. પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું કે, ચોથા સેમેસ્ટરમાં એ લોકોને પ્રોજેક્ટ વર્ક કરવાનું હતું એટલે બધા અલગ અલગ જગ્યાએ જવાના ...Read More

10

યારી@વિદ્યાનગર.કોમ - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ-૧૦ સમયને વીતતા કયાં કંઈ વાર લાગે છે? સમય જતાં ચોથા સેમેસ્ટરનું રીઝલ્ટ પણ આવ્યું. આખો કલાસ ખૂબ જ માર્ક્સથી પાસ થઈ ગયો હતો. રીઝલ્ટના દિવસે બધા મિત્રો ઘણાં સમય પછી ફરીથી એકવખત ભેગાં થયા હતાં. રીઝલ્ટ લઈને બધાં ડિપાર્ટમેન્ટની બહાર ચા ની કીટલી આવેલી હતી ત્યાં ચા પીવા ગયાં. ચા પીતાં પીતાં બધાં વાતો કરી રહ્યાં હતાં અને આનંદ પ્રમોદ કરી રહ્યાં હતાં. આ મુલાકાત બધાં જ મિત્રોની છેલ્લેથી આગલી મુલાકાત હતી. છેલ્લી મુલાકાત તો કોન્વોકેશનમાં જ્યારે ડીગ્રી મળવાની હતી ત્યારે થનાર એ સમારોહમાં થવાની હતી. ચા ની ચૂસકી લેતાં લેતાં લવ બોલ્યો, "હવે તો આપણે કેરિયર પર ...Read More