ચિત્તભ્રમ : લિક્વિડ

(60)
  • 15.9k
  • 8
  • 7.6k

પ્રકરણ ૧: “પ્રતિબિંબ” છેલ્લા નોરતાં ની રાત અને રાત ના ૧૦ વાગ્યા નો સમય. આખુંય અમદાવાદ નવરાત્રી ના તાલ માં જુમી ઉઠ્યું છે. ખેલૈયાઓના રોમ રોમમાં જાણે માતાજી નો આશીર્વાદ વહે છે. ફક્ત થોડા કલાકો પછી રાવણ ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. " રાવણ ગજબ નો જ્ઞાની માણસ હતો કેમ શાંતનુ?" પ્રિયા એ પોતાના નાજુક અવાજ માં પૂછ્યું. પ્રિયા એ ભપકાદાર પણ આંખો ને ઠંડક આપે એવી ચણિયાચોળી પેહરી હતી. તેની ઉપર નું સ્ટોન અને મીરર વર્ક , ઝરી ના દોરા થી ગૂંથાયેલી તેની ચણિયાચોળી ની બોર્ડર, તેણે પગ માં પહેરેલી ઝાંઝર અને એ ઝાંઝર નો થતો છન છન

Full Novel

1

ચિત્તભ્રમ : લિક્વિડ - 1

પ્રકરણ ૧: “પ્રતિબિંબ” છેલ્લા નોરતાં ની રાત અને રાત ના ૧૦ વાગ્યા નો સમય. આખુંય અમદાવાદ નવરાત્રી ના તાલ જુમી ઉઠ્યું છે. ખેલૈયાઓના રોમ રોમમાં જાણે માતાજી નો આશીર્વાદ વહે છે. ફક્ત થોડા કલાકો પછી રાવણ ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. " રાવણ ગજબ નો જ્ઞાની માણસ હતો કેમ શાંતનુ?" પ્રિયા એ પોતાના નાજુક અવાજ માં પૂછ્યું. પ્રિયા એ ભપકાદાર પણ આંખો ને ઠંડક આપે એવી ચણિયાચોળી પેહરી હતી. તેની ઉપર નું સ્ટોન અને મીરર વર્ક , ઝરી ના દોરા થી ગૂંથાયેલી તેની ચણિયાચોળી ની બોર્ડર, તેણે પગ માં પહેરેલી ઝાંઝર અને એ ઝાંઝર નો ...Read More

2

ચિત્તભ્રમ : લિક્વિડ - 2

પ્રકરણ ૨: “ભૂત” શાંતનુ એ વાત શરૂ કરી..! આજ થી ૪ વર્ષ પેહલા ની આ વાત, હંમેશ ની માફક ચૌદશ ના દિવસે શાંતનુ અને પ્રિયા અંબા માતા ના દર્શન કરીને અમદાવાદ તરફ પાછા આવી રહ્યા હતા. હમેશાં કાર માંથી આવતા પણ આ વખતે બંનેએ કાર ની જગ્યા એ બાઇક થી સફર કરવાનું પસંદ કરેલું. "બાઇક પર રોમેન્ટિક લોંગ ડ્રાઈવ ની મજા જ કાંઈક અલગ છે.. કેમ પ્રિયા?" શાંતનુ એ પૂછ્યું. પ્રિયા શાંતનુ ની પાછળ પોતાના બંને હાથ શાંતનુ ને છાતી સાથે વીંટાળીને લગોલગ બેઠી હતી. બંને જણા રોમેન્ટિક ગીતો ની અંતાક્ષરી રમતા રમતા અમદાવાદ તરફ પાછા આવવ ...Read More

3

ચિત્તભ્રમ : લિક્વિડ - 3

પ્રકરણ ૩: “રાવણ” બીજા દિવસે સવારે જ્યારે શાંતનુ ની આંખો ખુલી ત્યારે તેને રસ્તા ની બીજી બાજુ બેસાડવામાં આવેલો. અપ્રોન માં સજ્જ ડોક્ટર તેને ભાન માં આવેલો જોઈને ખુશ થઈ ગયા. અચાનક શાંતનુ નું ધ્યાન પોલીસ અધિકારી તરફ ગયું. તે અધિકારી સૂટ માં સજ્જ એક વ્યક્તિ નું બયાન લઈ રહ્યા હોય એવું તેને લાગ્યું. શાંતનુ ભાગતો ત્યાં પોહચ્યો અને કરગરવા લાગ્યો, "સાહેબ, મારી વાઇફ પ્રિયા ને ક્યાં લઇ ગયા? તેને વધારે તો નથી વાગ્યું ને?" પોલીસ અધિકારી શંકા થી તેને જોઈ રહ્યા, "મિસ્ટર તમે કોની વાત કરો છો? એમને તો તમે અહ ...Read More

4

ચિત્તભ્રમ : લિક્વિડ - 4

પ્રકરણ ૪: “રાધિકા” ચાલ હવે કામ ની વાત સાંભળ. આપણે કાલે ચૌહાણ ના જોડે જવાનું છે. અમદાવાદમાં કાલે ડ્રગ્સ માલ આવનો છે. તેના સપ્લાયર તરીકેનો કોન્ટ્રાક્ટ લેવા માટે ચૌહાણ ને આપણે મળીશું. કાશ પ્રિયા નો સુરાગ તેમાં થી મળી જાય .” એટલું કહી શાંતનુ પ્રિયાની યાદો માં ખોવાઈ જાય છે. બીજા દિવસે સવારે, શાંતનુ અને મોસીન ચૌહાણ ના ઘરે પોહચે છે. બંને ના આંખો અને મોં ઘર જોઈને ખુલ્લા જ રહી જાય છે. વિશાળ ફલક પર પથરાયેલો ચૌહાણ નો એ વીલા. વિલા ની સામે એક ભવ્ય બગીચો. વિશ્વમાં થતાં બધાં જ પુષ્પો ની જાત કદાચ ત્યાં મ ...Read More

5

ચિત્તભ્રમ : લિક્વિડ - 5 - છેલ્લો ભાગ

પ્રકરણ ૫: “પર્દાફાશ” "ચૌહાણ સાહેબ, ૪ વર્ષ પેહલા ડીલ કઈક અલગ થઈ હતી, પ્રિયા શું કરે છે તમારી તમારી વાઇફ બનાવવાનું કોઈ ખાસ કારણ?" શાંતનુ એ સીધો સવાલ કર્યો. "એ તારે શું લેવા દેવા? આપણી ડીલ મુજબ તારો એના પર કોઈ હક નથી, તેનો સોદો આપણે ૪ વર્ષ પેહલા કરી ચૂક્યા છીએ. હવે હું તેને મારી પણ શકું કે પછી તેને મારી પત્ની પણ બનાવી શકું. તને જે પૈસા માં રસ હતો એ તો તને મળી ગયા છે. ૪ વર્ષ પેહલા જે ડ્રગ્સ ના સપ્લાય નો અધૂરો કોન્ટ્રાક્ટ હતો તે હવે પૂરો કર અને તારા બાકી ના ...Read More