પસ્તાવો અને પશ્ચાતાપ

(279)
  • 21.3k
  • 43
  • 10.1k

પોતાના પતિના બાપીકા ઘરમાં રાધાબહેન છેલ્લા થોડા દિવસથી રહેતાં હતા. એમણે સાફ સફાઈ કરીને ઘર એટલું સુઘડ બનાવી દીધું કે જોનારને ખબર પણ ન પડે કે આ ઘર વર્ષોથી બંધ હતું . વાળીચોળીને આંગણું ચોખ્ખું બનાવી દીધું. પંદરેક દિવસમાં તો રાધાબહેન પોતાના સ્વભાવ મુજબ જાણે હરિપુર ગામની હવામાં ઓગળી ગયાં હતાં. એમનું વ્યક્તિત્વ જ એવું હતું. પ્રેમાળ સ્વભાવ, મધુર હાસ્ય, વાતચીત કરીને સામેવાળાને એનું દુઃખ ભૂલાવી દે એવી વાણી – આ બધું રાધાબહેનની વિશેષતા હતા. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે પોતાને અને પોતાના પાંચ વર્ષના દિકરાને રડતાં

Full Novel

1

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૧

પોતાના પતિના બાપીકા ઘરમાં રાધાબહેન છેલ્લા થોડા દિવસથી રહેતાં હતા. એમણે સાફ સફાઈ કરીને ઘર એટલું સુઘડ બનાવી દીધું જોનારને ખબર પણ ન પડે કે આ ઘર વર્ષોથી બંધ હતું . વાળીચોળીને આંગણું ચોખ્ખું બનાવી દીધું. પંદરેક દિવસમાં તો રાધાબહેન પોતાના સ્વભાવ મુજબ જાણે હરિપુર ગામની હવામાં ઓગળી ગયાં હતાં. એમનું વ્યક્તિત્વ જ એવું હતું. પ્રેમાળ સ્વભાવ, મધુર હાસ્ય, વાતચીત કરીને સામેવાળાને એનું દુઃખ ભૂલાવી દે એવી વાણી – આ બધું રાધાબહેનની વિશેષતા હતા. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે પોતાને અને પોતાના પાંચ વર્ષના દિકરાને રડતાં ...Read More

2

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૨

( આ વાર્તાના પહેલા ભાગમાં આપણે જોયું કે વિધવા રાધાબહેન તકલીફો સહન કરીને વિશાલને ભણાવે છે. પ્રોફેસરની નોકરી કરતા લગ્ન મીરા સાથે થાય છે, એ પણ પ્રોફેસર જ છે. રાધાબહેન મીરાને ખૂબ જ સારી રીતે રાખવાનો પ્રયત્ન કરે છે, પણ મીરાને તો માત્ર વિશાલ જ દેખાય છે, પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે.) હવે આગળ વાંચો. થોડા દિવસ પછી એક દિવસ રાધાબહેનના ભજનમંડળની મહિલાઓએ રાધાબહેનને આગ્રહ કરીને તેમના ઘેર ધૂન રખાવી. મીરા કોલેજેથી થાકીને આવેલી હોય અને તેને આરામ થાય એ હેતુથી રાધાબહેને ધૂનનો સમય બપોરનો રાખ્યો, જ્યારે મીરા ...Read More

3

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૩

વિશાલ હરિપુર પહોંચ્યો કે તરત જ સાફસફાઈ કરી રહેલા એના મમ્મી એની નજરે ચડ્યાં. વિશાલ અને રાધાબહેનને દૂર રહ્યાને તો થોડાક જ કલાકો થયા હતા , છતાં પણ વિશાલનું મન ભરાઈ આવ્યું. વિશાલ પોતાની માતાને વળગીને રડી પડ્યો. થોડી વારે શાંત થયાં પછી રાધાબહેને તેના માથે હાથથી પસવારતા કહ્યું, “ વિશાલ, બેટા તને તારી મમ્મી વહાલી નથી ને! મારા આપેલા સમ પણ તેં ના માન્યા?” “ મારું સાહિત્ય તો એમ કહે છે કે આપણે જેના સમ તોડીએ તેનું આયુષ્ય બમણું થઈ જાય.” મા-દિકરો બેય હસી પડ્યાં. ...Read More

4

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૪

દિવસો જેમતેમ વીતવા લાગ્યાં. વિશાલ, રાધાબહેન અને મીરા સૌ પોતપોતાની રીતે નવી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. સૌથી વધુ તકલીફ મીરાને પડી રહી હતી. સવારથી સાંજ બે છેડા ભેગા કરવાની મથામણમાં એનો સમય ક્યાં જતો ખબર પણ ન પડતી. પતિ સાથેના જે એકાંતભર્યા અને આનંદમય જીવનની એણે કલ્પના કરી હતી એ જાણે એનાથી દૂર જઈ રહ્યું હતું. વિશાલને ઘરની બનાવેલી જ રસોઈ ભાવતી, એટલે મીરા કોઈ વાનગી બનાવવાનું આયોજન કરતી તો જરૂરી વસ્તુઓમાંથી એકાદી વસ્તુ તો ખૂટતી જ. ઘણીવાર વિશાલના મોજા ન મળે તો ઘણીવાર એનો રૂમાલ પણ ન મળે. એની ...Read More

5

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૫

મીરા પોતાના શિક્ષક પિતાની વાતનો એક એક શબ્દ જાણે પી રહી. મીરાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને તે પોતાના ભેટી પડી. મીરાના પિતા પણ મીરાના માથે હાથ ફેરવી રહ્યાં. “ તું મારી ગુનેગાર છે મીરા, તારી સાથે પાછા આવવાની વાત તો દૂર રહી, હું તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. ” “ મમ્મી મને માફ કરી દો, ભૂલ તો બધાથી થાય, તમે મારા વડીલ છો, મને માફ નહિ કરો? આપણા ઘેર ચાલો મમ્મી, પ્લીઝ.” “ એ તો તારું ઘર છે, મીરા! મારું ઘર ...Read More

6

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૬

મીરા ઘેર ગઈ અને વિશાલની રાહ જોવા લાગી. વિશાલ આવ્યો અને મીરાને ઘેર જોઈ. “હવે કેવી તબિયત છે ડોક્ટર પાસે જઈ આવવું છે?” “હું ગઈ હતી આજે.” “ શું કહ્યું? દવા આપી?” “તમે પપ્પા બનવાના છો. આપણે માતાપિતા બનવાના છીએ, વિશાલ!” મીરા ઉત્સાહમાં ઊભી થઈ ગઈ. “વાહ, મીરા! શું વાત છે! કોન્ગ્રેચ્યુલેશન્સ. હવેથી તારી કાળજી રાખજે. આરામ કર. હું ફ્રેશ થઈ આવું.” મીરાને હતું કે વિશાલ આ સમાચાર સાંભળી ઉછળી પડશે અને તેને ભેટી પડશે, પણ આમાંનું કંઈ ના થયું. મીરા એનું કારણ ...Read More