એક પુણ્ય આત્મા, સો ને તારે

(4)
  • 2k
  • 0
  • 680

દાદાજી ના અખૂટ ખજાના માં થી.. એક અનમોલ શીખ આપતી , નવીનતમ સુંદર ઉદાહરણ સાથે ની વાર્તા. ઘણાં દિવસો વર્ષો પહેલાં ની આ વાત છે. જ્યારે કોઈ પણ યાત્રા એ,સંઘ બનાવી ને બધા જ લોકો પગપાળા જતાં. એક સુંદર રામપુર નામક ગામ. જ્યાં બધા જ ખૂબ જ સ્નેહ થી, હળીમળી ને રહે. બધા જ ખૂબ જ ભક્તિ ભાવ વાળા. રામપુર ગામ થી લગભગ સો થી સવા સો કિલોમીટર દૂર એક ભવ્ય અને સુંદર શિવમંદિર આવેલું હતું. ત્યાં શ્રાવણ માસ માં મેળો ભરાય. તે મંદિર એ શ્રાવણ માસ દરમિયાન શિવ જી ના. દશૅન નું ખૂબ જ મહત્વ. એટલે દર વર્ષે, રામપુર ગામ માં થી એક સંઘ બનાવી ને પચાસેક લોકો નુ ટોળું આ શિવજી ના દશૅન માટે જાય. આ વખતે પણ પવિત્ર શ્રાવણ માસ નો મહીનો આવ્યો. ગામ ના પાદર માં સભા અને ભરાઇ.. સંઘ માં કોણ કોણ આવશે? એ‌ નક્કી થયું.સંઘ માં દરેક એ પોતાની જરૂરિયાત નો સામાન તથા ભાથુ બાંધીને સાથે લેવું . પછી બીજે દિવસે સવારે વહેલા ઊઠીને નહાઈ ધોઈ ને બધા એ ગામ ના પાદર પાસે વહેલી પરોઢે મળવું. ત્યાં થી સંઘ ઉપડશે .આ બધું નક્કી થયું.

1

એક પુણ્ય આત્મા, સો ને તારે - 1

દાદાજી ના અખૂટ ખજાના માં થી..એક અનમોલ શીખ આપતી , નવીનતમ સુંદર ઉદાહરણ સાથે ની વાર્તા.ઘણાં દિવસો વર્ષો પહેલાં આ વાત છે.જ્યારે કોઈ પણ યાત્રા એ,સંઘ બનાવી ને બધા જ લોકો પગપાળા જતાં.એક સુંદર રામપુર નામક ગામ. જ્યાં બધા જ ખૂબ જ સ્નેહ થી, હળીમળી ને રહે. બધા જ ખૂબ જ ભક્તિ ભાવ વાળા.રામપુર ગામ થી લગભગ સો થી સવા સો કિલોમીટર દૂર એક ભવ્ય અને સુંદર શિવમંદિર આવેલું હતું. ત્યાં શ્રાવણ માસ માં મેળો ભરાય.તે મંદિર એ શ્રાવણ માસ દરમિયાન શિવ જી ના. દશૅન નું ખૂબ જ મહત્વ.એટલે દર વર્ષે, રામપુર ગામ માં થી એક સંઘ બનાવી ને ...Read More