નો રીટર્ન

(1.9k)
  • 127k
  • 449
  • 68.6k

નો રીટર્ન સસ્પેન્સ થ્રીલર નવલકથા ભાગ - 1 પ્રવિણ પીઠડિયા સમય અને સંજાગ જો બળવાન હોય તો વ્યક્તિને રંકમાંથી રાજા બનતા વાર નથી લાગતી અને એ જ સમય જ્યારે વિપરીત થઈ જાય ત્યારે ગમે તેવા ચમરબંધીને પણ ધૂળ ચાટતા કરી નાખે છે. માનવી ભલે પોતાની જાતને સર્વશક્તિમાન સમજે પરંતુ કુદરત માટે તે હંમેશા એક તુચ્છ પ્રાણીથી વધારે કાંઈ નથી. કુદરત, ભાગ્ય, સંજાગો સામે ભલભલાને નતમસ્તક થવું જ પડે છે. જીવનમાં એવા ઘણા સંજાગો ઉભા થાય છે કે જેના પર તમે લાખ કોશિશો કરવા છતાં નિયંત્રણ કરી શકતા નથી. આવું જ કંઈક મારી સાથે પણ બન્યું છે. છેલ્લા છ મહિનાથી સાંજે

Full Novel

1

નો રીટર્ન - 1

નો રીટર્ન સસ્પેન્સ થ્રીલર નવલકથા ભાગ - 1 પ્રવિણ પીઠડિયા સમય અને સંજાગ જો બળવાન હોય તો વ્યક્તિને રંકમાંથી બનતા વાર નથી લાગતી અને એ જ સમય જ્યારે વિપરીત થઈ જાય ત્યારે ગમે તેવા ચમરબંધીને પણ ધૂળ ચાટતા કરી નાખે છે. માનવી ભલે પોતાની જાતને સર્વશક્તિમાન સમજે પરંતુ કુદરત માટે તે હંમેશા એક તુચ્છ પ્રાણીથી વધારે કાંઈ નથી. કુદરત, ભાગ્ય, સંજાગો સામે ભલભલાને નતમસ્તક થવું જ પડે છે. જીવનમાં એવા ઘણા સંજાગો ઉભા થાય છે કે જેના પર તમે લાખ કોશિશો કરવા છતાં નિયંત્રણ કરી શકતા નથી. આવું જ કંઈક મારી સાથે પણ બન્યું છે. છેલ્લા છ મહિનાથી સાંજે ...Read More

2

નો રીટર્ન - 2

નો રીટર્ન સસ્પેન્સ થ્રીલર નવલકથા ભાગ - 2 પ્રવિણ પીઠડિયા કોન્સ્ટેબલ ઝાલા ઘણા સમયથી બાબુ ઉપર વોચ રાખી રહ્યો એને એમ હતું કે બાબુને ખ્યાલ જ નથી કે પોતે એક પોલીસવાળો છે અન એની ઉપર વોચ રાખી રહ્યો છે. જ્યારે સામે બાબુને પણ એમજ હતું કે પોતે રાજેશની પાછળ છે એ ઝાલા જાણતો નથી. આમ બંને ભ્રમમાં હતા કે તેઓ એકબીજાને ઉલ્લુ બનાવી રહ્યા છે. અને એકબીજાની હરકતો ઉપર નજર રાખી રહ્યા હતા. આજે ઘણા દિવસો બાદ ઝાલા પર ઓર્ડર આવ્યો હતો કે બાબુને પકડવાનો છે. એના માટે પોલીસ સ્ટેશનથી ચાવડા સાહેબ અને બીજા ત્રણ કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં આવવાના ...Read More

3

નો રીટર્ન - 3

પૂજા અકળાઈ રહી હતી. એનું મન નહોતું માનતું. વારે વારે એને એવી લાગણી થતી હતી કે હજી કંઈક બાકી જાય છે. ચાવડાની વાતમાં એ સંમત થઈ હતી અને એની વાત પણ બરાબર જ હતી. થતાં એના દિલમાં કંઈક ડંખી રહ્યું હતું. કોઈક એવી વાત હતી જે એને શાંતિથી ઝંપવા નહોતી દેતી. એ શું હતું... એ તો ખુદ પૂજા પણ નહોતી જાણતી. ભયંકર મૂંઝવણ અનુભવતી એ પોતાની રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી. એની રૂમમાં લગાવેલા આદમ કદના આઈનાની સામે જાતી એ પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી. અચાનક એને લાગ્યું કે સામે અરીસામાં ઊભેલી એની પ્રતિકૃતિ એને કંઈક કહી રહી હોય કે... ...Read More

4

નો રીટર્ન - 4

ગંગટોક એ સિક્કિમનું પાટનગર છે. અનેઠીક ઠીક કહી શકાય એવડું મોટું પણ છે. અહીંનું કુદરતી સાંદર્ય ઊડીને આંખે વળગે બેનમૂન છે. અને અહીં જાવાલાયક જગ્યાઓ પણ ઘણી છે. સ્થાનિક વસ્તુઓની વિશાળ બજારો ઉપરાંત વનસ્પતિશાસ્ત્ર બાગ, વિવિધ અને આકર્ષક ફૂલોના બગીચાઓ, હરણબાગ અને એવા ઘણાં બધા બગીચાઓ આ શહેરની ખૂબસુરતી વધારતા હતા. પર્વતારોહણ અન ટ્રેકીંગ, કેમ્પીંગ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં આવવાવાળા પર્યટકો અહીંની સુંદરતા, કુદરતી છટા, પહાડોનું મનોરમ્ય દૃશ્ય, નાના નાના ઝરણાઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ઝરમર ઝરમર થતી બરફવર્ષા, ભોળા અને સાલસ લોકો, અહીંની સંસ્કૃતિ, રીતભાત, અહીંના તળાવો ઉપરથી દેખાતું એકદમ ખુલ્લું આકાશ, વાદળો, લીલીછમ પહાડીઓમાં રીતસરના ખોવાઈ જતા. ચારેતરફ મંત્રમુગ્ધ કરતી કુદરતની રચનામાં મન એકાકાર થઈ એક અહર્નિશ શાંતિનો અનુભવ કરવા લાગે. મને તો આ વાતાવરણમાં ખૂબ જ મજા આવી રહી હતી. ...Read More

5

નો રીટર્ન - 5

કુદરતની કારીગરી પણ અફલાતૂન અને અદભૂત હોય છે. આ દુનિયામાં જા સામાન્ય રીતે ગણીએ તો રણપ્રદેશને સૌથી વધુ હાડમારીવાળી ભયંકર જગ્યા ગણવામાં આવે છએ. રેતીના રણની કલ્પના કરો ત્યાંજ તમને નજર સમક્ષ દૂર દૂર માઈલો સુધી પથરાયેલી સુકી ભઠ્ઠ રેતી દેખાવા લાગે. સૂર્યના જબરજસ્ત પ્રકોપ અન એની ગરમીથી શેકાઈને ઠુંઠા થઈ ગયેલા ઝાડવાઓ, મરેલા પશુ પક્ષી કે માણસોના દેહને ચૂંથતા ગીધડાઓ અને દૂર દૂર સુધી પાણી વગરનો અફાટ રેતીનો સમુદ્ર. તમને સાક્ષાત યમરાજાના દર્શન કરાવી દે. આ એક સર્વ સામાન્ય માન્યતા છે. આવી જ કોઈ કલ્પના ક્યારેય બર્ફિલા પ્રદેશો વિશેથતી નથી. પરંતુ હકીકત એ છે કે રેતીના રણપ્રદેશ અને બર્ફિલા પ્રદેશો વચ્ચે ગજબનાક સામ્યતા છે. ...Read More

6

નો રીટર્ન - 6

અમે છક થઈને હજુ આના વિશે વિચારી જ રહ્યા હતા કે અમને કોઈક અવાજ સંભળાયો. એવું લાગ્યું કે ગુફાના પાસે કંઈક અથડાયું. કદાચ કોઈ પથ્થર ઉપરથી નીચે ગબડીને ગુફાના દ્વારે પડ્યો હતો. એવો જ કંઈક અવાજ હતો એ.. અમારા કાન સરવા થયા કારણ કે અમે ત્રણેયને એ અવાજ સંભળાયો હતો. અચાનક ફરીવાર અવાજ આવ્યો અને પછીતો ધડબડાટી બોલી ગઈ હોય એવો અવાજોનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. જાણે કે ઘણા બધા માણસો એકસાથે ગુફામાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હોય એવા અવાજા હતા. એ જરૂર.. કોઈ ત્યાં આવ્યું હતું. કોણ હોઈ શકે એ... પૂજા અને ટીના તો અહીં પહોંચવાની કોશિશ પણ ન કરે... તો પછી કોણ હોઈ શકે... મારા મગજમાં ઘણાં બધા સવાલો ઉઠ્યા. અને હું ઊભો થઈને રીતસરનો બહારની તરફ ધસ્યો. થેંબો મને બહાર જતા જાઈને જલદી જલદી એ મૂર્તિમાં હીરા ૨૧૬ ભરવા લાગ્યો અને પછી એ મૂર્તિઓને થેલમાં મૂકી. ...Read More