ઉબર કૉલિંગ : રહસ્યમયી સફર..!!

(372)
  • 19.7k
  • 27
  • 13.7k

પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે. રિવરફ્રન્ટ પર ઊભા રહીને પલડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ ને કહ્યું.." સાલા તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઇ ગયો..??" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું.."મારી ઘરવાળી ,મારી અર્ધાંગિની ક્ષમાનો આ પ્રભાવ છે." નીગમે કહ્યું.સાલુ બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી. એમ કહી નીગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો...!"આ ફેંક સાલા..પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે....!!" દિવ્યેશે ડરતા ડરતા કહ્યું."લુક એટ યોર ફેસ દિવ્યેશ...! સાવ ફટ્ટુ છે તુ સાલા, એમ કહી નીગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું, ખાલી મીઠું જ છે

Full Novel

1

ઉબર કૉલિંગ : પ્રકરણ ૧ - રહસ્યમયી સફર..!!

પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે. રિવરફ્રન્ટ પર રહીને પલડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ ને કહ્યું.." સાલા તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઇ ગયો..??" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું.."મારી ઘરવાળી ,મારી અર્ધાંગિની ક્ષમાનો આ પ્રભાવ છે." નીગમે કહ્યું.સાલુ બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી. એમ કહી નીગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો...!"આ ફેંક સાલા..પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે....!!" દિવ્યેશે ડરતા ડરતા કહ્યું."લુક એટ યોર ફેસ દિવ્યેશ...! સાવ ફટ્ટુ છે તુ સાલા, એમ કહી નીગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું, ખાલી મીઠું જ છે ...Read More

2

ઉબર કૉલિંગ : પ્રકરણ ૨ - રહસ્યમયી સફર..!!

"ઉબર કૉલિંગ:"પ્રકરણ ૨: "શોર્ટ બ્રેક..!"રજ્યા આજે કાર હું ચલાવીશ..ફૂલ કોન્ફિડન્સ સાથે રજતની હાથમાંથી કારની ચાવી લેતા નીગમે કહ્યું,"સાહેબ તમારી કાર છે પણ થોડું સાચવીને ચલાવજો...!"ચિંતા ના કરીશ તુ," નીગમે કહ્યું..કાર હાઇવે તરફ આગળ વધી રહી હતી ..કારના બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું હતું,"મે તેરે ઈશ્ક મે મરના જાઉં કહી ,તુ મુજે આઝમાને કી કોશિશ ના કર ,ખૂબસૂરત હૈ તુ, ઔર મે હું હસી,મુજસે નઝરે ચૂરાને કી કોશિશ ના કર...!!""સાલુ જૂના સોંગ ની વાત જ કંઇક અલગ હતી હોં રજ્યા, અત્યારે તો પત્તર ફડાઈ ગઈ છે બધા જ સોંગની B.C.....!"ગાળ દેતા નીગમે કહ્યું .."અરે સાહેબ , શું કહું તમને...હમણાં બે દિવસ ...Read More

3

ઉબર કૉલિંગ : પ્રકરણ ૩ - રહસ્યમયી સફર..!!

પ્રકરણ ૩ :"લાપતા""સાહેબ દરબારના આખા ઘરનું કાસળ કાઢી નાખ્યું તમે...!!" રજ્યો બોલ્યો.."શું બોલ્યો અલ્યા તું..?"પાછળથી વનરાજનો પ્રચંડ અવાજ આવ્યો.કઈ બાપુ, એ તો સાહેબ તસવીરમાં કોણ છે એ પૂછતા હતા,,તો મે કીધું કે, ભાભી અને તમારી દીકરી છે..!" રજ્યા એ વાત વાળવાનો પ્રયત્ન કર્યો.."દીકરી નહીં, મારી આખી જિંદગી છે..ક્યારના નીકળ્યા છે પણ હજી એના પિયરે પહોંચ્યા નથી લાગતા.હું ના પાડતો હતો કે આ વરસાદમાં ના જતાં પણ માને એવું તો કોઈ છે જ નહીં..!" વનરાજે ચિંતાજનક નિસાસો નાખ્યો.."ને હવે મનાવવા બચ્યુ પણ ક્યાં કોઈ છે? "રજ્યાએ નિગમના કાનમાં કહ્યું..નીગમે ગુસ્સાથી રજ્યાનો હાથ મરોડી નાખ્યો."બાપુ સ્વાગત બદલ આભાર પણ, હવે અમારા ...Read More

4

ઉબર કૉલિંગ : પ્રકરણ ૪ - રહસ્યમયી સફર..!!

"ઉબર કોલિંગ"પ્રકરણ ૪: "ચિત્તભ્રમ"કઈ ક્યાં સુધી બધા દોડ્યા,આખો દિવસ આ સંતાકુકડી નો ખેલ ચાલ્યો.આ ભાગદોડમાં નિગમ થાકી ગયો હતો,નિગમ વિચારવા લાગ્યો,"કયા ચોઘડીયામાં ઘરે જવા નીકળ્યો એજ નથી સમજાતું,સાલુ ૨૪ કલાકથી ઉપર થઈ ગયા અને હજી આ ખેતરોમાં જ અટવાયેલો છો..શું કરતી હશે ક્ષમા..?કદાચ ક્ષમા એજ એ કોન્સ્ટેબલ મને શોધવા મોકલ્યો હોઈ શકે..ફોન પણ મારો સ્વિચ ઓફ છે, કોન્ટેક્ટ પણ નહીં થઈ શકે..એની પ્રેગ્નન્સી વખતે એને મારા લીધે આટલો સ્ટ્રેસ પડ્યો.સાલુ દિમાગ જ કામ નથી કરી રહ્યું,કોકેન લેવાનુ તો ક્યારનું મૂકી દીધું છે પણ હવે આ બોડી ક્રેવ કરી રહ્યું છે કોકન માટે..!!,સવારથી રાત થવા આવી,પોલીસની સામે સરન્ડર કરી દઉં ...Read More

5

ઉબર કૉલિંગ : પ્રકરણ ૫ - રહસ્યમયી સફર..!!

પ્રકરણ ૫:"અંતિમ રાઝ..! ". દિવ્યેશના પરસેવા છૂટી ગયા હતા,તે મનમાં વિચારી રહ્યો હતો,"આ ગાંડો ખબર નઈ કયું ભૂત મારી લાવશે? "અચાનક નિગમની પકડ ઢીલી થઈ ગઈ,તે નાનકડી સ્માઈલ આપીને બોલ્યો,"બેટા, જરાક આગળ આવતો...!! "પાછળથી પોતુ કરતાં કરતાં એક સ્વિપર આગળ આવ્યો અને બોલ્યો,"કેમ છો દિવ્યેશ સાહેબ મજામાં?? ""દિવ્યેશ ભાઈ, આ મારો રજ્યો છે,મારો બાળપણનો મિત્ર અને મારી આ વાર્તાનો કોઓથર...!! "નિગમ ગર્વથી બોલ્યો.."મતલબ? મને કંઈ સમજ ના પડી, "મૂંઝવણમાં દિવ્યેશ બોલ્યો.હું તને બધુ સમજાવુ,નિગમે વાત શરૂ કર્યું,"તને કદાચ યાદ હોવું જોઈએ કે આપણા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરે જ્યારે મને મળવા આવ્યા ત્યારે એણે મારી જોડે બબાલ કરેલી કે, મારા લીધે કંપનીને ...Read More